ગરવી તાકાત થરાદ : દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યના છેલ્લા બે દાયકાના વિકાસને લોકો સુધી પહોંચાડવા વંદે ગુજરાત વિકાસ રથ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વંદે
ગુજરાત વિકાસ યાત્રા થરાદના ભોરડુ ગામે પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્યમથી ગુજરાતમાં સુશાસનના 20 વર્ષની ઉજવણીના વિવિધ વિભાગોની યોજનાઓ અને સેવાઓના લાભોનું વિસ્તૃત લોકોને માહિતી આપવામાં આવી હતી.વંદે ગુજરાત વિકાસ યાત્રા થરાદના વિવિધ ગામડામાં ફરી રહી છે અને સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોથી લોકો
ને વાકેફ કરવાંમાં આવી રહ્યા છે

ત્યારે આ વંદે ગુજરાત વિકાસ યાત્રા મલુપુર આવી પહોંચી હતી અને ભોરડુ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો સૌ પ્રથમ તો આ વિકાસ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે બાદ ભાજપના અગ્રણીઓ દ્વારા લોકોને વિકાસના કામોથી વાકેફ કરાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વૃક્ષારોપણ કરીને હરિયાળુ બનાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ આગેવાનો અને અધિકારીઓ સાથે ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ