ખેરાલુ APMCમાં ત્રીપાંખીયા જંગથી ભીખા ચાચરીયાની પેનલનો વિજય નિશ્ચિત, ફરીવાર બનશે ચેરમેન ?

શેર કરવા અહીં ક્લિક કરો.

ખેરાલુમાં યોજાય રહેલ એપીએમસીની ચુંટણીમાં ચેરમેન ભીખા ચાચરીયા સામે પરિવર્તન પેનલ તથા આમ આદમી પાર્ટીએ ઉમેદવારી નોંંધાવી છે. જેમાં ચાચરીયાના પ્રયાસોથી વેપારી વિભાગની ચારેય બેઠકો બીન હરીફ થવા પામી છે. જેથી આ ચુંટણીમાં ખેડુત વિભાગની બેઠકો તથા ખરીદ-વેચાણની 1 બેઠક પર ચુંટણી થવા જઈ રહી છે. આ ચુંટણીમાં વર્તમાન ચેરમેનનુ પલડુ ભારે હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. 

આગામી 7 ડીસેમ્બરના રોજ ખેરાલુ એપીએમસીની ચુંટણી યોજાવાની છે.  એપીએમસીની ચુંટણીમાં ચેરમેન ભીખા ચાચરીયા વિરૂધ્ધ પરિવર્તન પેનલના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં ખેડુત વિભાગની 10 બેઠકો માટે પરિવર્તન પેનલે 10 તો આમ આદમી પાર્ટીએ 8 ઉમેદવારો ઉભા રાખ્યા છે. આમ ખેડુત વિભાગની 10 બેઠકો માટે કુલ 28 ફોર્મ ભરાયા છે. તો બીજી તરફ ખરીદ-વેચાણની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે. 7 મીએ મતદાન બાદ 8મી ડીસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. એપીએમસી પર કબ્જો કરવા ત્રણે પેનલોએ મતદારોને આકર્ષવા કવાયત હાથ ધરી છે.  ભારતીય જનતા પાર્ટીનુ નારાજ જુથ મક્કમ બન્યુ છે તો બીજી તરફ ચાચરીયા વિરૂધ્ધ આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારી નોંધાવી છે. જેથી જાણકારોના મત મુજબ ચેરમેન સામેના વિરોધી વોટ વહેચાઈ જવાથી ભીખા ચાચરીયાની પેનલો વિજય નિશ્ચીત છે.

ગુજરાતના સહકારી ક્ષેત્રોમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. જેમાં એપીએમસીની ચુંટણીમાં અત્યાર સુધીના નજીકનો ઈતીહાસ રહ્યો છે કે સીટીંગ ચેરમેનને જ લીડ મળે છે. જ્યાં સુધી પ્રદેશનુ નેતૃત્વ બેકડોરથી સીટીંગ ચેરમેન વિરૂધ્ધ પરિવર્તન જુથને સપોર્ટ કરે નહી ત્યાં સુધી પરિવર્તન જુથ માટે જીત મુશ્કેલ બની જતી હોય છે. એવામાં ભીખા ચાચરીયા ઉચ્ચકક્ષા સુધી મોટી રાજકીય વગ ધરાવતા હોવાથી પાર્ટી તરફથી વધારે સહયોગ પ્રાપ્ત છે. જેથી જાણકારોના મતે આ ચુંટણીમાં ભલે પરિવર્તન પેનલે પીછે હટ ના કરી હોય પરંતુ અંતે વિજય તો ચાચરીયા પેનલનો જ થશે. 

ખેરાલુ APMC ની ચુંટણીની ખેડુલ વિભાગની 10 શીટોના તમામ 28 ઉમેદવારોના નામ તથા ચીન્હો
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.