ભરૂચ : આરોપીઓ બસને રોકી આંગડીયા કર્મચારી પાસે લુંટ ચલાવી ફરાર – બસમાં ફાયરીંગ કરતા મુસાફરોમાં ભયનો માહોલ

શેર કરવા અહીં ક્લિક કરો.

ભરૂચ નજીક આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીનો કર્મચારી રોજ બસમાં સવાર જાય છે તેવી લૂંટારૂઓને જાણ થતા 2થી3 લૂંટારૂઓ બસમા સવાર ગયા હતા. જ્યારે કારમાં સવાર અન્ય લૂંટારૂઓ થઈ બસની પાછળ આવી રહ્યા હતા. જે બાદ કાર ચાલકે આગળ જતા બસેને રોકી લૂંટ ચલાવી હતી જેમાં બસમાં સવાર એક મુસાફરને ઈજા થતા બસમાં અન્ય મુસાફરોએ ચિચિયારીઓ કરતા લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.

ભરૂચ નજીક નેશનલ હાઇવે 48 ઉપર બસમાં સ્વર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ કરાતા બસમાં સવાર મુસાફરોમાં ડર ફેલાઈ ગયો છે. મહત્વનું છે કે લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક મુસાફર ઈજાગ્રસ્ત થયો છે. જાે કે ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે.

આ પણ વાંચો – અરવલ્લીના માલપુરમાં રહસ્યમય હાલતમાં કિશોર અને કિશોરીની લાશ મળી આવતાં હડકંપ !

ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ નિયમિત મુસાફરી કરતા હોવાનું ધ્યાન પર આવતા આજે આ બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટારુઓ મુસાફર બની બસમાં સવાર થયા હતા. નેશનલ હાઇવે 48 ઉપર મુલદ નજીક એક મહારાષ્ટ્ર પાસિંગની અર્ટિગા કારે બસને ઉભી રાખી હતી. લૂંટારુઓએ અહીં બસના ચાલક અને ક્લિનર ઉપર હુમલો કરી આંગડિયા પેઢીના કર્મચારીઓને લુંટવાનો પ્રયાસ કર્યો હતો.

ભાવનગરના મુસાફર અનિલ ડાંગર લૂંટારુઓ સામે પડી બસનો દરવાજાે બંધ કરવા પ્રયાસ કરતા લૂંટારુઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં અનિલ ઈજાગ્રસ્ત થયા હતા તો લોકોએ ચિચિયારીઓ મચાવતા લૂંટારુઓ ભાંગી ગયા હતા જાે કે સમગ્ર મામલે પોલીસમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.