વારંવરા તુટી જતા રસ્તાના રીપેરીંગ-રૂપેણ નદીમાં પાણી છોડવા બાબતે ભરતજીનો CM અને Dy.CM ને પત્ર

શેર કરવા અહીં ક્લિક કરો.

બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે સી.એમ. રૂપાણી તથા ડે.સી.એમ.ને પત્ર લખી રૂપેણ નદીમાં પાણી છોડવા તથા બેચરાજી થી હારીજવાળા બીસ્માર રસ્તાના રીપેરીંગ માટે રજુઆત કરી છે.  વારંવાર તુટી જતા રસ્તા તેમજ રૂપેણ નદીમાં પાણી નહી છોડાતા સ્થાનીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સીવાય બેચરાજી થી હારીજ વાળા રસ્તો બીસ્માર હાલતમાં પડ્યો છે. બેચરાજીમાં અલગ અલગ પ્રાઈવેટ કંપનીઓના પ્લાન્ટ નખાયા હોવાથી આ રસ્તા ઉપર રહેણાક વધવા લાગી છે. જેથી રસ્તાનો ઘસારો પણ વધ્યો છે પરંતુ આ રોડમાં મોટા મોટા ખાડાઓ પડ્યા છે તથા કેટલીક જગ્યાએથી ડામ્મર પણ ઉખડી ગયો છે. જેથી સ્થાનીકોને આવા બિસ્માર રોડથી જ કામ ચલાવવુ પડી રહ્યુ છે.  આ રસ્તાનુ સમારકામ અનેકવાર થઈ ચુક્યુ છે પરંતુ કોન્ટ્રાક્ટરે ઈમાનદારીથી કામ નહી કરતા ફરીથી રસ્તા ઉપર ખાડા પડી ઉબડખાબડ થઈ ગયો છે. જેના કારણે ટ્રાફીકની પણ સમષ્યા ઉદભવી છે. જે મામલે ધારાસભ્ય ભરતજી ઠાકોરે ડે.સીએમ.ને પત્ર લખી ફરીવાર રોડ રીપેરીંગની કામગીરી કરાવી આપવા રજુઆત કરી હતી.

 

આ સીવાય તેમન આજ રોજ બેચરાજી વિસ્તારમાંથી પસાર થતી રૂપેણ નદીમાં ઘણા સમયથી પાણી નહી છોડાતા પાકને નુકશાન થઈ રહ્યુ છે. જે મામલે 70 થી વધુ ગામના લોકોએ તેમને પાણી છોડાવવા બાબતે રજુઆત કરી હતી. પ્રોએક્ટીવલી સરકારી તંત્ર દ્વારા પણી નહી છોડાતા તેમને સી.એમ. રૂપાણીને પત્ર લખી રજુઆત કરી હતી. ખેડુતોના ઢોર-ઢાખંરને પણ પાણીની જરૂરીયાત રહે છે પરંતુ નદીમાં પાણી નહી છોડાતા ખેડુતોને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે મામલે લેખીતમાં ભરતજી ઠાકોરે રૂપેણ નદીમાં પાણી છોડવા રજુઆત કરી હતી. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.