ભરતજી ઠાકોરે કલેક્ટર સમક્ષ જીલ્લાના ભ્રષ્ટ્રાચાર તથા લાલ ફિતાશાહીને ઉજાગર કરી

શેર કરવા અહીં ક્લિક કરો.
મહેસાણા ખાતે કલેકટર શ્રી એચ. કે પટેલની અધ્યક્ષતામાં તેમજ નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ની હાજરીમાં જીલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે સરકાર ઉપર અનેક આક્ષેપો કરતા જણાવ્યુ હતુ કે, બહુચરાજી મંદિરની સામે લાખો રૂપિયા ખર્ચ કરીને જાહેર શૌચાલય ઘણા સમયથી બનાવામાં આવેલ છે. પરંતુ તેનું ઉદ્દઘાટન કરવામાં આવેલ નથી અને તાળું મારેલ છે, અને બીજી બાજુ નવા  શૌચાલય બનાવામાં લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે તો શા માટે લાખો રૂપિયા ખર્ચ કરીને ચાલુ કરવામાં આવતા નથી.

આ પણ વાંચો – વરસાદથી ખેડુતોના પાકને થયેલ નુકશાન અંગે ભરતજી ઠાકોરે બેચરાજીના ગ્રામ્ય વિસ્તારમાં મુલાકાત લીધી

વધુમાં તેમને જણાવ્યુ હતુ કે,મહેસાણા તાલુકાના બલોલ ગામે સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત બનેલા  શૌચાલાયમાં એજન્સી દ્વારા અધૂરા કામ કરવા છતાં બિલ ચુકવાઈ ગયા છે અને કામ બાકી છે. મહેસાણા ખાતે હિંમતનગર હાઇવે ઉપર રહેણાંક વિસ્તારમાં આવેલ  મલ્ટી ગેસ કેમિકલ ફેક્ટરી દ્વારા મોટા પાયે પ્રદુષણ ફેલાવામાં આવી રહ્યું છે લોકોના સ્વાસ્થ ઉપર ભારે અસર પડે છે તેવી પરિસ્થિતિમાં પ્રદુષણ વિભાગ દ્વારા  કાર્યવાહી કરી તાત્કાલિક જરૂરી પગલાં ભરવામાં આવે.
બહુચરાજી હારીજ રોડ ખુબજ બિસ્માર હાલતમાં છે ઘણા સમયથી વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે તો તાત્કાલિક અસરથી એજન્સીને સૂચના આપીને રોડનું સમારકામ કરવામાં આવે. બલોલ ગ્રામ પંચાયત નું વિભાજન થયા પછી ઘણા સમયથી ચૂંટણી જાહેર કરવામાં આવતી નથી અને વિકાસના કામો અટકી ગયા છે તો તાત્કાલિક ચુંટણી જાહેર કરવામાં આવે.
આ અગાઉ પણ તેમણે સોશીયલ મીડીયાના માધ્યમથી મહેસાણા થી બહુચરાજી વાળા રોડ ઉપર પડેલા ખાડાની સમષસ્યા અંગે જણાવ્યુ હતુ કે કેવી હાલાંકી અહીના વાહનચાલકો અને પેસેન્જરોને ભોગવવી પડી રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.