ચોમાસુ આવતી સાથે લોટ જેવા કામના કારણે રોડમાં મસમોટા ખાડા પડી જતાં હોય છે. જેના કારણે અકસ્માતો પણ સર્જાય છે. એવામાં મહેસાણા જીલ્લાના રોડ રસ્તાઓ પણ એજન્સી દ્વારા ખરાબ કામગીરીને કારણે તુટી જવા પામ્યા છે. આ મામલે બેચરાજીના ધારાસભ્યએ મુખ્યમંત્રી, નાયમ મુખ્યમંત્રીને અનેકવાર રજુઆત કરી એજન્સીને બ્લેક લીસ્ટ કરવા માગં કરેલ હતી. પરંતુ આવી ભ્રષ્ટ કંપનીઓ ઉપર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેથી બેચરાજીના ધારાસભ્યએ ફરિવાર માર્ગ અને મકાન વિભાગના સચીવને પત્ર લખી કંપનીનુ કામ અટકાવી બ્લેકલીસ્ટ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો – બેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો રીપૈર નહી થાય તો MLA ભરત ઠાકોર કરશે આંદોલન
બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે માર્ગ અને મકાન વિભાગના સચીવને પત્ર લખી જણાવ્યુ છે કે, મહેસાણાથી મોઢરા તરફના ફોરલાઈન માર્ગની કામગીરી ખુબ ધીમી ગતીએ ચાલી રહી છે. તથા આ સાથે હલ્કી ગુણવત્તાનો માલ સામાન વપરાતો હોવાથી ગુણવત્તા પણ જળવાતી નથી. આ મામલે તેમને અગાઉ ગાંધીનગર ખાતે પત્ર પણ લખ્યો હતો. જેમાં સ્થળ ઉપર તપાસ કરવામાં આવતા આ ફોર લેનની કામગીરીમાં રોડ બનાવતી કંપનીની જે ક્ષતીઓ આવી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો – અરજી: રોડ બનાવતી કંપનીને બ્લેક લીસ્ટ કરવા બેચરાજી ધારાસભ્યની માંગ
તમને જણાવી દઈયે કે, મહેસાણાથી મોઢેરા તરફના ફોરલેનમાં પ્રાઈવેટ એજન્સી દ્વારા હલ્કી ગુણવત્તાની કામગીરી કરાઈ રહેલ છે, તેની કેટલીક વિગતો પણ સ્થળ તપાસ દ્વારા સામે આવી હતી. જેમાં લેયર પ્રમાણે માટી કામ થયુ નહોતુ જેથી બેઝ કાચો રહી ગયો છે, વોટરીંગ કે કોમ્પેક્શન પણ કરવામાં આવ્યુ નથી, માટીના સેમ્પલ પણ લેબમાં એક્ચુઅલ નહોતા આવ્યા, જીએબી મટીરીયલ ગ્રેડેશન પ્રમાણે નહોતુ, આ તમામ પ્રકારની ક્ષતીઓ સામે આવ્યા બાદ પણ સરકાર દ્વારા રોડ બનાવતી કંપની વિરૂધ્ધ કોઈ પગલા ભરવામાં નહોતા આવ્યા.
આથી બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે માર્ગ અને મકાન વિભાગના સચીવને પત્રમાં જણાવ્યુ છે કે, પ્રાઈવેટ કંપની આગળ રોડ બનાવી રહી છે, અને પાછળ તુટી રહ્યો છે. હજુ સુધી પુરતા પ્રમાણમાં વરસાદ પણ પડ્યો નથી તેમ છતા આવી હાલત જોવા મળી રહી છે. જેથી આ ભ્રષ્ટ એજન્સીનુ કામ અટકાવી તેને બ્લેક લીસ્ટ કરવા માંગ કરી છે.