પાટણ માં ભરત સિંહ ડાભી ને ભવ્ય વિજય અપાવા માં પરભારી મયંક નાયક ની મહત્વ ની ભૂમીકા…

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત પાટણ: કોંગ્રેસના મજબૂત ગણાતા જગદીશ ઠાકોરની 192218 મતે કારમી હાર : ભાજપના ભરત ડાભીનો અકલ્પિત ભવ્ય વિજય મોદીની દેખીતી લહેર નહોતી પણ અંડર કરંટને પારખવામાં બધા ફેલ: મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા મોદીના અંડરકરંટમાં પાટણ બેઠક પણ ભાજપાના હાથમાં જ રહી હતી. આખરે બધા ભ્રમ અને અનુમાનો તૂટી ગયા.કોંગ્રેસના જીતના દાવેદાર ગણાતા જગદીશ ઠાકોર 192218 મતની જંગી લીડથી હારી ગયા હતા જ્યારે ભાજપના ભરતસિંહ ડાભી ભવ્ય વિજય સાથે છવાઇ ગયા હતા.10 મા રાઉન્ડની ગણતરી પૂરી થયા પછી કોંગ્રેસના જગદીશ ઠાકોર અને તેમના સમર્થકોએ જીતની આશા છોડી દીધી હતી. કોંગ્રેસને લોકસભા- વિધાનસભામાં સરસાઇ આપતા આવેલા વડગામ કાંકરેજ પાટણ સિધ્ધપુર અને રાધનપુર સાંતલપુરના કોંગ્રેસના ગઢ પણ ઢેર થઇ ગયા હતા.પાટણના નજીકના કતપુર ખાતે આવેલી સરકારી ઇજનેરી કોલેજમાં સવારે મતગણતરી હાથ ધરાઇ હતી. જે સાંજે 9 કલાક સુધી ચાલી હતી. કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર પણ 8/30 કલાક આસપાસ આવી ગયા હતા. આ પછી ભાજપાના ઉમેદવાર ભરતસિંહ ડાભી પણ આવીને મતગણતરી સેન્ટરો પર ફરતા રહ્યા હતા.સવારે બંનેના ચહેરા પર આશાવાદી લકીરો જોવા મળી હતી. જિલ્લા ભાજપા પ્રમુખ મોહનભાઇ પટેલ અને કોંગ્રેસના મુખ્ય ચૂંટણી એજન્ટ જગદીશભાઇના પુત્ર નૈમેષ ઠાકોર બંને ભવનોમાં ચક્કર લગાવતા રહ્યા હતા. શહેરથી દૂર ગ્રામ્ય વિસ્તારમાં મતગણતરી હોઇ સમર્થકોની હાજરી પણ ઓછી રહી હતી. સૌથી પહેલા બેલેટ પેપરોની ગણતરી હાથ ધરાયા પછી ઇવીએમની ગણતરી શરૂ થઇ હતી. જેમ જેમ મતગણતરી આગળ ચાલતી રહી તેમ તેમ ભાજપના સમર્થકોમાં ઉત્સાહ વધતો ગયો હતો જ્યારે લીડ ન કપાતાં કોંગ્રેસની છાવણીમાં ચિંતાની લકીરો જોવા મળ્યા હતા.

પાંચમા રાઉન્ડથી કોંગ્રેસનો વિશ્વાસ ઓછો થયો
પાંચ રાઉન્ડની ગણતરી પછી કોંગ્રેસના ચૂંટણી એજન્ટ નૈમેષ ઠાકોરે કટોકટની સ્થિતી બની હોવાનું જણાવી 1 મતે પણ જીતશું તેવો મત વ્યકત કર્યો હતો જોકે નવમા રાઉન્ડના અંતે તેમણે હવે સીટ ભાજપાની ફેવરમાં ચાલી ગઇ છે અને લીડ કપાઇ જાય તેવી શક્યતા ન હોવાનું સ્વીકારી લીધું હતું.જગદીશ ઠાકોરે પણ હવે કોઇ અાશા બચી નથી તેમ જણાવ્યું હતું.ઉલ્લેખનિય છે કે કાંકરેજ વિસ્તાર જગદીશ ઠાકોરનું વતન છે અને 2009માં તેમને સારી લીડ મળી હતી.આ વખતે પણ ખેરાલુંની ભાજપની લીડ સરભર અહીંથી કરવાની ધારણા હતી પણ તે ખોટી પડી છે. 800 થી 1000 લીડ આપતા ગામડા આ વખતે માયનસમાં ગયા છે.20000 ની લીડની આશા હતી તેના બદલે નુકશાન થયુંછે. આ માટે અલ્પેશ ઠાકોરની નીરસતા, રાષ્ટ્રવાદ,મોદી ઇફેકટ સાથે ઠાકોર આગેવાનોના મતભેદો કારણભૂત હોવાનું સૂત્રોએ જણાવ્યું.

ભાજપાને ખેરાલુમાંથી મળેલી સરસાઇથી કોંગ્રેસને મોટો ફટકો સહન કરવો પડ્યો
ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના મતવિસ્તાર ખેરાલુ વિધાનસભામાંથી કોંગ્રેસ શરૂઆતથી જ લીડ મેળવી શકે તેવા અણસાર ન હતા પરંતુ વધુમાં વધુ દસથીપંદર હજાર લીડ ભાજપને મળશે તેવી કોંગ્રેસની ગણતરી સામે 60 હજાર આસપાસ લીડ આપતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો .ભાજપાના ઉમેદવાર ભરતસિંહનો પરિવાર રાજકીય ક્ષેત્રે વર્ષોથી જોડાયેલ હોય પ્રજાનો વિશ્વાસ સાચવી રાખ્યો છે તેમજ ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી પર લોકોએ વિશ્વાસ મુક્યો હોય સારૂ પરિણામ આવ્યું હોવાનું પાટણ જિલ્લા ભાજપ પ્રભારી મયંક નાયકે જણાવ્યું હતું.કોંગ્રેસના ઉમેદવારના સૂત્રોએ જણાવ્યું હતુંકે ખેરાલુ ભરતસિંહ ડાભીનો વિસ્તાર હોઇ અમે લીડની ગણતરી રાખી નહોતી અને માયનસ સમજીનેજ ચાલ્યા હતા.

મોદીનો અંડરકરંટ, લોકોનો મિજાજ, અલ્પેશની નારાજગી હારનું કારણ બની : જગદીશ ઠાકોર
કોંગ્રેસના જગદીશ ઠાકોરે જણાવ્યું કે આખા દેશમાં મોદીનો અંડર કરંટ ચાલી ગયો છે.જેમાં ગુજરાત પણ બાકાત નથી. સૌથી મોટુ કારણ આ છે.લોકોએ તેમના પાણીના કે બીજા પ્રશ્નો પણ કોરાણે કરી દઇ મોદીને મત આપ્યા.અલ્પેશ ઠાકોરની નારાજગી અસર કરી ગઇ હોય તેમ લાગે છે તેવા પ્રશ્નમાં તેમણે પરોક્ષ રીતે સમર્થન આપતાં કહ્યું કે વડગામ રાધનપુર કાંકરેજમાં અમને ધાર્યુ પરિણામ ન મળ્યું.

જીત પાછળ પાયાના કાર્યકરોની મેહનત
પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી જણાવ્યુ હતુ કે લોકસભા મતવિસ્તાર રોજના 22 ગામડાઓનો પ્રવાસ ખેડ્યો હતો વધુ વધુ લોકો સંપર્ક જોડ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર સતત ગુજરાત રાજ્યમાં વિકાસના કામ કર્યા છે અને લોકોએ વિકાસના કામો અને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકી ભાજપને ખોબલે ખોબલે મત આપી વિજય બનાવી છે તે બદલ જનતાનો આભાર માનું છે અને સમગ્ર જીત પાછળ પાયાના કાર્યકરોની મેહનત છે.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો