ભગવાન ભોળાનાથ સદા શિવ દેવોના દેવ મહાદેવની ઉપાસના આરાધના અભિષેકનો શ્રાવણ માસ આજે શુક્રવારથી શરૂ થયો છે તો આપણે શિવ મહિમામાં બીલી પત્રનું મહત્વ સમગ્ર બીલી ના વૃક્ષ થકી જાણીએ

July 28, 2022
ગરવી તાકાત મહેસાણા :  (1) બીલીનું ઝાડ મહાદેવ સ્વરૂપ છે (૨) બિલીની સેવા કરવાથી શ્રી લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે ( ૩)બિલીનો  કાંટો વાગવાથી મુત્યુની પીડા હરાય છે (૪)બિલીની પ્રદક્ષિણા કરવાથી અડસઠ તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે ૫) નાના મોટા જીવ જંતુ જાણે અજાણે મર્યા હોય તો બિલીની પ્રદક્ષિણાથી જ એ પાપ ધોવાય છે ૬) બિલીના ઝાડ નીચે શિવપુરાણ વચવાથી અક્ષય પુણ્ય મળે છે ૭)બિલીના ઝાડને પાણી  પીવડાવવાથી શિવજીના અભિષેક જેટલું જ પુણ્ય મળે છે ૮)બિલીના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન  મળે છે આધ્યાત્મિક તત્વજ્ઞાન , મુડતત્વની પાપ્તી થાય છે ૯) આ મુત્યુલોકમાં જેના ઘરે બિલી છે એને જ પવિત્ર માનવામાં આવ્યા છે
તેના ઘરે અડસઠ તીર્થો બિરાજમાન છે ૧૦) બિલીના ઝાડ નીચે પાર્થિવ શિવલિંગ/માટીનું શિવલિંગ બનવાનો ખુબ મહિમા છે ૧૧)બિલીના ઝાડની નીચે જે ઓમ નમઃ શિવાય મહામંત્ર ની માળા કરે છે તો જેટલા બિલીના પાન છે તેટલા પાન મમહાદેને ચડાયા હોય એટલું પુણ્ય મળે છે ૧૨)કોઈ પણ માળાને સિદ્ધ કરવી હોય તો બિલીના ઝાડ નીચે  જાપ કરવો જ જોઈએ  શિવાલયમાં જાપ થતાં હોય તો પણ ત્રણ વાર તો બિલીના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ ૧૩) બિલીનું જંગલ જે લોકો બનાવે છે ભવો ભવ શ્રી લક્ષ્મી ની પ્રાપ્તી થાય છે ૧૪) બિલીના ઝાડને સ્પર્શ કરવા માત્રથી અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે
૧૫)બિલીના ઝાડના પાન એ જ તોડી શકે છે જેને વાવિયું છે જેને ઉછેરિયું હોય એને પણ તોડવાનો અધિકાર નથી ( શિવ રહસ્ય) જે વાવે એ જ તોડે ૧૬) જે દિવસે જીવ જંતુને મારિયા હોય એ દિવસે બિલી ની ૧૦૮ પ્રદક્ષિણાથી એ પાપથી મુક્ત થઈ શકાય છે ૧૭) બિલીનું ઝાડએ મહાદેવ સ્વરૂપ હોવાથી દર્શન કરવાથીએ દિવસના પાપ ધોવાઇ જાય છે ૧૮) જેને  આ ધરતી પર બિલી વાવ્યા છે તેમને મહાદેવની દુનિયામાં વિશ્વ કલ્યાણનું કામ કર્યું છે અને વિશ્વ કલ્યાણ એ જ શિવનો સંકલ્પ છે જેથી એ જીવને શિવ પદની પ્રાપ્તિ થાય છે  ૧૯) બિલીના ઝાડ નીચે શિવ ભક્તને જમાડવાથી  દ્રારિદ્રનો નાશ થાય છે ૨૦)
બિલીના ઝાડ નીચે સૂવાથી કાલ રાત્રિ સુધરે છે ૨૧)બિલીના ઝાડ નીચે ભોજન કરવાથી કાતો કરાવાથી ૬૮ તીર્થમાં ભોજન કરવાનું પુણ્ય મળે છે ૨૨) જે લોકો જ્યોતિર્લિંગની યાત્રા કરવામાં ( વૃદ્ધ  લોકો )અસફળ હોય તે જીવ એ બિલીનો આશ્રય લેવો જોઈએ અને જે ઘરની બિલીની છાયા નીચે હોય તે ઘર ઘર નથી તીર્થ છે જીવનું  ખાવું પીવું સૂવું(જેના ઘરે બિલી હોય )બિલી નીચે રાખવા માત્રથી તીર્થોનું પુણ્ય મળે છે ૨૩) દેવતાઓ પણ બિલીના ઝાડની સ્તુતિ કરે છે
૨૪) બિલીના ઝાડના ક્યારાને પાણીથી ભરી દેવાથી અને દીવો કરવાથી મહાદેવ  મહાદેવ રાજી થાય છે ૨૫)બિલીના ઝાડ નીચેથી શબ યાત્રા નીકળે તો જીવ મુક્ત થાય છે ૨૬) માત્ર ૧ જ બિલી વાવવાથી ૧ કરોડ શિવ મંદિર નિર્માણનું પુણ્ય મળે છે ૨૭) શિવમંદિરમાં પખાલ થઈ ગઈ હોય તો બિલીના ઝાડને પાણી અર્પણ કરી દેવું જે મહાદેવને ચડાયા બરાબર છે  ૨૮) બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ બિલી માં બિરાજમાન છે ૨૯)બિલી ના વૃક્ષને શ્રી વૃક્ષ કેહવાય છે ૩૦) જો (શક્ય હોય તો)જીવનમાં ૧ વાર બિલીના જંગલમાં ઝુપડું બનાવીને (૩,૫,૧૧ રાત્રિ)રહેવું જેથી ભવે ભવઃ ના તમામ અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે અને શિવ પદ મળે છે. ભગવાન સદા શિવ ભોળાનાથ સૌનું કલ્યાણ કરે.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0