ગરવીતાકાત,મહેસાણા: મહેસાણામાં ઠેર ઠેર ‘ગણેશ સ્થાપના’ સાથે ગણેશ ભક્તો દ્વારા ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી.ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણેશોત્સવ આમ તો ગણેશોત્સવ મહારાષ્ટ્રીયનો અનેરો ઉસ્તઃ નો ઉસ્તવ ય છે. પણ પ્રથમ વખત લોકમાન્ય  ટીળકે ‘ગણેશોત્સવ’ શરુ કર્યા બાદ સમગ્ર દેશભર માં ભવ્યાતિભવ્ય રીતે ‘ગણેશોત્સવ’ ઉજવાઈ રહ્યો છે. એમાય ગુજરાત ભરમાં ગણેશચતુર્થી ના ઉત્સવે તો ગુજરાતીઓને પણ ઘેલું લગાડ્યું છે.

આજે ભગવાન શ્રી ગણેશ નો અનેરો પાવન દિન-એટલે ‘ગણેશચતુર્થી’ જેનો દેશ ભરમાં ગણેશોત્સવ તરીકે અનેરો ઉત્સવ મનાવવામાં આવે છે. આજે સર્વ શ્રેષ્ઠ ગણાતી ચોથ-મોટામાં મોટી ચોથ ‘ગણેશચતુર્થી’ના દિને મહેસાણા માં શહેરના ફુવારા સર્કલ ગાંધી શોપિંગ સેન્ટરની સામે આવેલ ગણપતિ મંદિર ખાતે છ-દિવસીય ગણેશોત્સવ ની ધામધૂમ થી ઉજવણીનો પ્રારંભ થઇ રહ્યો છે.

મહેસાણામાં ગણપતિ મંદિર તદઉપરાંત મહેસાણા શહેર ખાતેના ઋતુરાજ ફ્લેટ સ્થિત એરિયામાં શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ દ્વારા પ્રતિ વર્ષ ની જેમ ધામધુમથી ‘ગણેશોત્સવ’ની ઉજવણી આજથી શરુ રહી છે. તેમજ શહેર ની પાંચ લીંબડી  વિસ્તારમાં તથા પરા તળાવ આસપાસના ધોબીઘાટ અને  કાર્યલય ની પડખેના વિસ્તારમાં ગણેશ સ્થાપના કરી ધામધુમથી ઉજવણી શરુ કરી છે.

આજે ગણેશ ચતુર્થીના પવન અવસર પર ‘ગણેશોત્સવ’ની    મહેસાણા શહેરમાં ઠેર ઠેર ઉજવણી નો પ્રારંભ થતા ઢોલ-નગારા અને સાઉંન્ડના કર્ણપ્રિય ગુણગાન સાથે ગણેશજીની મૂર્તિઓ-પ્રતિમાઓની સ્થાપના ના અવસરે સમગ્ર શહેર માં ‘ગણેશોત્સવ’ નો ભક્ત્ભાવ ભર્યો માહોલ   જોવા મળી રહ્યો છે.

ગણપતિ બાપા મોરિયા અને મંગલમૂર્તિ મોરિયા ના ગગન ગુજતા નાદ સાથે સમગ્ર શહેરમાં ગણેશ સ્થાપના નો મહિમા વધી રહ્યો છે. ત્યારે ઘર માં અને શહેરમાં અત્ર તત્ર સર્વત્ર ગણેશજી ના ભક્તો આસ્થા-શ્રદ્ધા સાથે મૂર્તિઓ ની ઝાંખી લઇ આવી યથા સ્થાને પૂજા સમિધ સાથે સ્થાપન કરવામાં અને ઉસ્તવ મનાવવામાં સ્થાનિક સંથાઓ અને ભક્તો અંતરના ઉમંગ સાથે કાર્ય રાત જણાઈ રહ્યા છે.