લોઢનોર ગામે ગ્રામ પંચાયત દ્વારા લાભાર્થી મફત પ્લોટ ની ફાળવણી કરવામાં આવી

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,બનાસકાંઠા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે લોઢનોર ગામમાં નવીન ગામતળમાં secc માં સમાવેશ લાભાર્થીઓને વિજય ભાઈ ચૌધરી તાલુકા વિકાસ અધિકારી થરાદ, વિસ્તરણ અધિકારી મન્સુરી સાહેબ સર્કલ શ્રી સંજયભાઈ નાઈ કનુભાઈ જોષી તલાટી કમ મંત્રી અને જગદીશ ભાઈ જાની ક્લાર્ક તાલુકા પંચાયત તેમજ લોઢનોર સરપંચ પંચાયતના સભ્ય ગામના આગેવાનો સ્થળ ઉપર હાજર રહી લાભાર્થીઓને મફત પ્લોટ ના કબ્જા આપી અને સ્થળ ઉપર સનદો આપવામાં આવી હતી.

આ પણ વાંચો – નીતીન પટેલના હસ્તે ઉદ્ઘાટન થયેલ કડીની હોસ્પીટલમાં તુરંત સારવાર ન મળતા લોકોમાં રોષ

લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના  ફોર્મ ભરીને આપેલ  હતા. સરપંચ શ્રી ધરમશીભાઈ નરબતાભાઈ એ જણાવેલ હજુ પણ નવીન લાભાર્થીઓ જે બાકી રહી ગયેલ છે તેમને પણ ક્રમાનુસાર મફત પ્લોટ અને આવાસની ફાળવણી કરવામાં આવશે.હાલમાં છ જેટલા લાભાર્થી ઓને પ્લોટની ફાળવણી કરવામાં આવી જેમાં (૧) ઠાકોર ચમનભાઈ વિહાભાઈ (૨) ઠાકોર જેતશીભાઈરામચનભઈ (૩) પ્રજાપતિ સેધાભાઈ ભીખાભાઈ (૪) દેસાઇ અરજણભાઈ પૂંજાભાઈ (૫) હરીજન વનાભાઈ કસાભાઈ (૬) હરીજન સામળા ભાઈ કસાભાઈ ને પ્લોટ આપવામાં આવ્યા હતા.
રીપોર્ટ – વશરામ ચૌધરી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.