ગરવી તાકાત મહેસાણા : બહુચરાજીની વસુંધરા સોસાયટી પાછળ અને અલકાપુરી સોસાયટીની આગળના ભાગે ભરાયેલાં ગંદા પાણીને કારણે ગટર જેવી સ્થિતિ થયી છે. અહીં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, બીજીબાજુ, ગટરનાં ગંદા પાણી ભરાઇ રહેવાથી રાત્રે બારણાં કે બારી પણ ખોલી ન શકાય તેવી તીવ્ર દુર્ગંધ સાથે મચ્છર આવતાં હોઇ રહીશો છેલ્લા 3 વર્ષથી પરેશાન થઇ રહ્યા છે. આ મામલે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં કોઇ જોવા આવ્યો નહિ તેનો કાયમી હલ આજદિન સુધી આવ્યો નથી. ગ્રામ પંચાયત દ્વારા વહેલી તકે તેનો કાયમી ઉકેલ લવાય તેવું સ્થાનિક રહીશો માગ રહી છે.
આ મામલે સરપંચ દેવાંગ પંડ્યાએ કહ્યું કે, વસુંધરા સોસાયટીના ખુલ્લા ગટર કનેક્શન ઘણાં છે, જેનું પાણી અહીં ભરાય છે. આવાં કનેક્શન બંધ કરાવવા સોસાયટીને કહેલું છે. તેમજ રેલવે અને આગળ રોડમાં કુંડી દટાઈ જવાથી આ પ્રશ્ન થયો છે. છતાં શક્ય એટલો વહેલી તકે આ પ્રશ્નનો નિવેડો લાવીશું.