સત્ર શરૂ થયાના પહેલા મોદીએ કહ્યુ, દરેક વિષય પર ચર્ચા કરવા અમે તૈયાર – પરંતુ સંસદમાં ત્રણ કૃષી બીલ ચર્ચા વગર નિરસ્ત કરાયા !

November 29, 2021
Modi In Parliament

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિયાળુ સત્રની શરૂઆત પહેલા સંસદમાં મીડિયાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર છે, ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છે. સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે. સંસદમાં પ્રશ્નો અને શાંતિ હોવી જાેઈએ, પરંતુ ગૃહ અને અધ્યક્ષનું સન્માન હોવું જાેઈએ. પરંતુ સત્રના લેટેસ્ટ અપડેટ મુજબ લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે, ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ કરવા માટેના કૃષિ કાયદા રદબાતલ બિલ 2021ને ચર્ચા વિના ધ્વની મત દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. લોકસભાના ટેબલ પર બિલ રજૂ થયાની થોડી જ મિનિટોમાં તે પસાર થઈ ગયું હતું.  વિરોધ પક્ષોએ બિલ પાછું ખેંચવા પર ચર્ચાની માંગ કરી હતી પરંતુ તેમની માંગણીઓ સ્વીકારવામાં આવી ન હતી.

પીએમ મોદીએ કહ્યું, ‘સંસદનું આ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશનો દરેક નાગરિક ઈચ્છશે કે સંસદના દરેક સત્રમાં દેશની પ્રગતિની ચર્ચા થવી જાેઈએ. દેશના હિત અને વિકાસ માટે સંસદમાં ચર્ચા થવી જાેઈએ. દેશ એ પણ ઈચ્છશે કે ભારતની સંસદ, આ સત્ર અને આવનારા તમામ સત્રો આઝાદી પ્રેમીઓની ભાવનાઓ અનુસાર દેશના હિતમાં ચર્ચાઓ કરે. ભવિષ્યમાં સંસદ કેવી રીતે ચલાવવી, તમે કેટલું સારું યોગદાન આપ્યું, કેટલું સકારાત્મક કાર્ય થયું, તે માપદંડ પર તોલવું જાેઈએ. માપદંડ એ ન હોવો જાેઈએ કે આટલા બળથી સત્ર કોણે રોક્યું.

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયુ છે અને 23  ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન કુલ 16 કામકાજના દિવસો રહેશે. સંસદમાં લગભગ 30  બિલ રજૂ કરવામાં આવશે, જેમાં કૃષિ કાયદાઓને પાછી ખેંચવા સંબંધિત બિલનો સમાવેશ થાય છે. કૃષિ કાયદા રદબાતલ બિલ-2021 લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ છે.

સરકારે શિયાળુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા ન હતા. રક્ષા મંત્રી અને લોકસભામાં ઉપનેતા રાજનાથ સિંહે સદનની અર્થપૂર્ણ કામગીરી અને સુચારૂ કામગીરી માટે તમામ પક્ષોનો સહયોગ માંગ્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બેઠકમાં સરકાર વતી કહ્યું હોવાનું માનવામાં આવે છે કે સરકાર લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષની પરવાનગી સાથે નિયમો હેઠળ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સત્રને લઈ રાહુલ ગાંધીએ આજે ટ્વીટ કર્યુ હતુ. જેમાં તેમને ખેડુતોના અવાજને ઉઠાવવા તરફ સંકેત આપી કહ્યુ હતુ કે, આજે સંસદમાં અન્નદાતાના નામનો સુરજ ઉગાડવાનો છે. તેમને ત્રણ કૃષી કાનુન તથા એમએસપીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

(ન્યુઝ એજન્સીના ઈનપુટ સાથે) 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0