ગરવી તાકાત મહેસાણા : કડી નગરપાલિકા દ્વારા 8 ડિસેમ્બરથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવશે આ ઝુંબેશ અંતર્ગત શહેરના જાહેર રસ્તાઓ પરથી લારી-ગલ્લા અને દુકાનોની બહાર લગાવેલા લોખંડના શેડ હટાવવામાં આવશે આ જાહેરાતને પગલે કડીના નાના વેપારીઓ પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી આ ઝુંબેશ અંગેની જાહેરાતો અને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું કડી રેલવે સ્ટેશન રોડ, પટેલ ભુવન,
![]()
ગાંધી ચોક અને હાઈવે ચાર રસ્તા જેવા અનેક વિસ્તારોમાં સોમવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે નાના વેપારીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલ સમક્ષ રજૂઆત કરી વેપારીઓએ જણાવ્યું કે તેમણે શિયાળા માટે માલસામાનમાં પૈસા રોક્યા અને દબાણ હટાવવાથી તેમની રોજીરોટી પર અસર પડશે એક વેપારી કોકિલાબેને જણાવ્યું કે, “સોમવારથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ થવાની,

તેથી અમે રજૂઆત કરવા આવ્યા છીએ. ટ્રાફિકની સમસ્યા રિક્ષાવાળા અને રોડ વચ્ચે ગાડીઓ પાર્ક કરનારાઓથી થાય અમે નહીં હટીએ.” ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલે વેપારીઓને જણાવ્યું કે, આ કાર્યવાહી સંકલન બેઠક અને જિલ્લામાંથી મળતી સૂચનાઓના આધારે કરવામાં આવી રહી શહેરની ટ્રાફિક સમસ્યા અને અન્ય વ્યવસ્થાના ભાગરૂપે તેમજ ઉપરી અધિકારીઓના આદેશના અમલીકરણ માટે આ પગલું ભરવું અનિવાર્ય.


