ભારતમાં કોલસાનુ સંકટ ઉભુ થયાના સમાચાર સામે આવતાં જ તેની પ્રથમ અસર ખેડુતો પર જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ કોલસા સંકટને પગલે એક પાવર સ્ટેશન બંધ કરવામાં આવ્યુ છે. આ સીવાય કોલસાની તંગીને કારણે ખેડુતોને પણ સમષ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પાવર કટનો સામનો કરી રહેલા ખેડુતોમાં મહેસાણાના ખેડુતો પણ સામેલ છે. જેથી બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મહેસાણાના ખેડુતોને પુરતી વીજળી આપવા માંગ કરી છે.
તમને જણાવી દઈયે કે, કોલસાની તંગીને પગલે હાલારના સિક્કા ખાતે આવેલું થર્મલ પાવર સ્ટેશન બંદ પડ્યુ છે જે દિવાળી સુધી બંધ રહેવાનુ છે. આવી પરિસ્થીતી વચ્ચે સૌરાષ્ટ્ર સહીત ઉત્તર ગુજરાતના ખેડુતોને પણ હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં મહેસાણા જીલ્લાના બેચરાજી, જોટાણા તથા મહેસાણાના ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને 1-2 દિવસમાં માત્ર 2-4 કલાક જ વિજળી મળી રહી છે. જેથી ખેડુતોના પાકને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયુ છે. આથી બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડુતોનો પાક બચાવવા વિજળીનો પુરવઠો પુરતા પ્રમાણમાં મળી રહે તેવી માંગ કરી છે.
તમને જણાવી દઈયે કે, સૌરાષ્ટ્રમાં પણ વિજળીના કાપને પગલે ખેડુતો ભારે હાંલાકીનો સામનો કરી રહ્યા છે. જેમાં દિવસની 9 હજાર મેગાવોટ વિજળીનુ ઉત્પાદન કરતુ હાલારનુ સીક્કા પાવર સ્ટેશન બંધ પડ્યુ છે. જેથી ખેડુતોને મળતી વિજળીમાં કાપ મુકવામાં આવ્યો છે. જેની અસર પાકના ઉત્પાદન ઉપર પણ થઈ રહી છે. આ બાબતે કોંગ્રેસના દીગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાએ ટ્વીટ કરી સરકાર ઉપર