બાવલું પોલીસ ઊંગતી રહીને શ્રાવણીયા જુગાર માં એલ.સી.બી દરોડા પાડી :- જુગારધામ માં ભંગ પડ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— ચંદ્રાસણ ગામે રહેણાક મકાનમાંથી 27 જુગારીયાઓ સાથે 3,52,400 નો જુગાર ઝડપી પાડયો :

ગરવી તાકાત મહેસાણા : શ્રાવણ મહિનાનું શરૂઆત થતાની સાથે જ જુગારીઓ જુગાર રમવા માટે તલ પાપડ થઈ રહ્યા છે ત્યારે જુગારીઓ પણ જુગાર રમવા માટે લોકો અવાવરૂ જગ્યા શોધી બેશી રહેતા હોય છે ત્યારે પોલીસ પણ આવા જુગારીઓ ને ઝડપી પાડી ને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવતી હોય છે.
મહેસાણા એલ.સી.બી પોલીસ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઠાકોર વિનોદજી પ્રધાનજી રહે વચલો વાસ ઠાકોર વાસ ચંદ્રાસણ,કડી માં ત્યાં આજુ બાજુ ના ગામના લોકો ભેગા કરી પોતાના આર્થિક ફાયદા અનુસાર હાર જીતનો જૂગાર રમાડી રહ્યા હતા તે દરમ્યાન જગ્યા ઉપર તપાસ કરતા ત્યાં કુલ 26 ઈસમો પાસેથી રોકડ રકમ રૂપિયા 2,58,900/- તથા મોબાઇલ નંગ 23 કિંમત 93,500/- કુલ કિંમત 3,52,400/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને કુલ 27 ઈસમો સામે ગુન્હો નોધવામાં આવ્યો હતો અને 1 ઈસમ ફરાર થઈ ગયો હતો અને પોલીસે 27 ઈસમો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

— પકડાયેલ આરોપી ના નામ :- (1) સલીમભાઈ વજેભાઈ કુરેશી રહે, છારોડી (2) સુથાર ગોપાલભાઈ કનુભાઈ રહે. ખંડેરપુરા (3) ઠાકોર જીજ્ઞેશભાઈ રહે.ખંડેરપુરા (4) મુસલમાન અકબરભાઈ રહે નંદાણા (5) કુરેશી ઝહિરભાઇ રહે. છારોડી (6) કુરેશી અલ્તાપ રહે છારોડી (7) વાઘેલા અકબર યુનુશભાઇ રહે. સાણંદ (8) કુરેશી આરીફ રહે.છારોડી (9) ઠાકોર પીન્ટુભાઇ વિજયભાઈ રહે. સાણંદ (10) ઠાકોર સુરેશભાઈ શામજીભાઈ રહે સાણંદ (11) ઠાકોર જીવણજી રહે સેદરડી (12) ઠાકોર રજની રહે.ચન્દ્રાસણ (13) પટેલ રસિકભાઈ રહે ખંડેપુરા (14) ઠાકોર કાળાજી રહે ચંદ્રાસણ (15) ઠાકોર રમેશજી રહે ચંદ્રાસણ (16) ઠાકોર લાલજી રહે ચંદ્રાસણ (17) સેનમાં લાલજીભાઈ ખોડાભાઈ રહે ચંદ્રાસણ (18) પઠાણ સલીમ ખાન રહે સાણંદ (19) ઠાકોર લાલાજી રમૂતજી રહે. ચંદ્રાસણ (20) ઠાકોર અરુણ જી રહે ચંદ્રાસણ (21) ઠાકોર કુલદીપ રહે. ચંદ્રાસણ (22) ઠાકોર કિશનજી રહે.ચંદ્રાસણ (23) સિપાઈ સલમાનખાન રહે. નંદાણ (24) ઠાકોર પલાજી રહે. ચંદ્રાસણ (25) ઠાકોર વિષ્ણુજી રહે. નંદાણ  (26) ઠાકોર રણછોડજી રહે.ચંદ્રાસણ

— ફરાર આરોપી નામ :- (27) ઠાકોર વિનોદજી રહે.ચંદ્રાસણ

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 

શેર કરવા અહીં ક્લિક કરો.