કડી તાલુકાના બાવલુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મેડા આદરાજ વડાવી માઇનોર કેનાલ પાસેથી ઝડપી લઈને વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમો ને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે તકનો લાભ લઈને ફરાર આરોપીની વિગતો મેળવી તેને ઝડપી પાડવા માટે ગ્રહો ચક્રમાન કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસ સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ કડીના બાવલું પોલીસ મથકનો સ્ટાફ કોવિડ 19 ના અંતર્ગત સેડફા ચોકડી પાસે સઘન વાહનો ની ચેકીંગ માં પેટ્રોલીંગ માં હતી. દરમ્યાન થોળ તરફથી શંકાસ્પદ સ્વીફ્ટ કાર આવી રહેલી જણાતા તેને રોકવાની કોશિશ કરતા ગાડીના ડ્રાયવરે રીવર્સવાળી ભગાડી હતી. જેથી તેનો પીછો કરતા સ્વીફ્ટના ડ્રાયવરે શેડફા ચોકડી થી ખાત્રાજ થઇ કલોલ શહેર ખાતે સફેદ કલર ની ઇકો ગાડીને અથડાવી સીધા સર્વિસ રોડ ઉપરથી માઇનોર કેનાલ પાસે રોકી પાડતા સ્વીફ્ટ ગાડી નંબર GJ-27-AH-9962 લખેલ નં બરવંચાતું ના હોય ગાડી શંકાસ્પદ લાગતા તેની પોલીસ ટીમે તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ નંગ ૬૫૮, કિ.રૂ ૨,૧૪,૯૨૦/- નો મળી આવ્યો હતો. તેમજ ગાડી ચાલક મનોજ કુમાર ભવરલાલ બીશ્નોઈ આશુભાઈ અગ્રવાલ બુધારામ ચૌધરી અટકાયત પગલા ભરતા ગાડીનો ચાલક તકનો લાભ લઈને ફરાર થઇ ગયો પોલીસે ગાડી માંથી રૂ ૨,૧૪,૯૨૦ /- નો ભારતીય બનાવટ ની ૬૫૮ બોટલ તેમજ ૫૫૦/-રોકડ તેમજ મોબાઈલ રૂ ૨૦૦૦/- તેમજ સ્વીફ્ટ ગાડી કે જેનો આરટીઓ નમ્બર ખોટા નો સાચો ઉપયોગ કરી તે સ્વીફ્ટ ગાડી રૂ ૨,૦૦,૦૦૦/- કુલ ૪,૧૭,૪૭૦/- નો મુદ્દામાલ જપ્ત કરી મનોજ કુમાર ભવરલાલ બીશ્નોઈ તેમજ આશુભાઈ અગ્રવાલ તેમજ બુધારામ ચૌધરી સહિત વિદેશી દારૂની હેરાફેરી તેમજ ગાડી ની નંબર પ્લેટ ખોટી લગાવી સાચી તરીકે ઉપયોગ કરવા બાબતનો ગુનો નોંધી તકનો લાભ લઈને ફરાર આરોપીને ઝડપી પાડવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે