અમદાવાદમા બનેવીએ પોતાના સાળાની નિર્દયી રીતે હત્યા કરી છે. પત્ની સાથેનો ઝઘડાની અદાવત રાખીને બનેવીએ 7 વર્ષના માસુમ સાળાની હત્યા કરી છે. મૃતક સાથે ચાર બહેનો વચ્ચેનો એક માત્ર ભાઈ હતો.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના દાણીલીમડામાં 7 વર્ષીય બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી છે. સગા બનેવીએ જ નાનકડા સાળાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પત્ની સાથે ઝઘડો થતા બદલો લેવા પતિએ પત્નીના દત્તક લીધેલા નાનાભાઈની હત્યા કરી છે. ચાર બહેનો વચ્ચે દત્તક લીધેલા એકના એક ભાઈની હત્યા કરાઈ છે. પહેલા બનેવી એ બાળકનું અપહરણ કર્યુ હતુ, અને બાદમાં તેના મૃતદેહને સાણંદ નજીક કેનાલમાં ફેકી દીધો હતો. દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે,,