વાવ તાલુકાના કૂંડાળીયા ગામ પીવાના પાણીની વિકટ સમસ્યાઓ સર્જાય છે કૂંડાળીયા ગામમાં અનિયમિત પાણી આવવાના કારણે લોકોને પીવાના પાણી માટેની ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.એટલું જ નહીં જ્યારે પાણીનું ટેન્કર આવે છે ત્યારે લોકોમાં પાણી ભરવા માટે પણ પડસપડી જેવા દ્રશ્યો સર્જાય છે અઠવાડિયામાં એકાદ બે વાર પાણીનું ટેકર આવતું હોય છે તો પાણીનો જથ્થો પૂરતો ન મળતા ગ્રામજનોમો ભારે રોર્ષ.કૂંડાળીયા ગામની મહિલાઓને એક કિલોમીટર સુધી માથે બેડા ઉપાડીને પાણી ભરવા જવું પડે છે વાત અહીં પૂરી નથી થતી મહિલાઓ પાણી ભરવા જાય છે ત્યારે ખેડૂતોએ પોતાના ખેતરમાં વેરીઓ બનાવે છે.એ પણ એક બે નહીં અનેક વેરીઓ 10 ફૂટ ઊંડી બનાવે છે જેમાંથી મહિલાઓ ડોલે ડોલે પાણી ભરી એ પણ પાણી ડોળું આવે છે એ પાણી ભરીને લોકો અત્યારે પી અને જીવન જીવિરહ્યા છે.જીવન જીવવા માટે આવુ ડોળું અને મોળું પાણી પીવા માટે કૂંડાળીયા ગામ લોકો બન્યા મજબૂર.તમામ દ્રશ્યો મો જોઈ શકો છો નિહાળી શકો છો કૂંડાળીયા ગામના લોકોની પીવાના પાણી માટે શું છે વેદના એ કદાચ સરકારની અંદર એસી માં બેઠેલા કર્મચારીઓને નહી સમજાય.

Contribute Your Support by Sharing this News: