-
બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને સરકાર પાણી પુરું પાડવાની વ્યવસ્થા કરે – રામસિંહ ગોહિલ
-
બનાસકાંઠા જીલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી સરકાર ખેડૂતો પાક વીમો આપે – વી.કે.કાગ
-
બનાસકાંઠામાં પાણી માટે સચોટ આયોજન કરો વાયદા નહી – દોલાભાઈ ખાગડા
ગુજરાતમાં વરસાદ ખેંચાઇ જતા ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે, એક તરફ ભુગર્ભ તળમાં પાણી ખુટી ગયા છે બીજી તરફ વરસાદ બનાસકાંઠામાં બિલકુલ થયો નથી. સરકાર સુજલામ્ સુફલામ્ કેનાલમાં પાણી બંધ કરી દીધું છે. તેથી ખેડૂતો મોંઘવારીના ખપ્પરમાં હોમાઇ ગયો છે. લખલૂટ ખર્ચ કરીને વાવણી કરેલ પરંતુ વરસાદ અને પાણીના અભાવે પાક સુકાઈ ગયા છે, તેથી ખેડૂતોને આત્મહત્યા કરે એવી પરીસ્થિતીનું નિર્માણ થયું છે. રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા આજરોજ જીલ્લાના તમામ તાલુકામાં મામલતદારને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી હતી. જેમાં નીચે મુજબના મુદ્દાઓ સમાહીત હતા.
(૧) બનાસકાંઠા જીલ્લા માટે નર્મદા નહેર દ્વારા કડાણા ડેમ માંથી ધરોઇ ડેમમાં પાણી નાખી ધરોઇ ડેમ માંથી મુક્તેશ્વર ડેમ માં પાણી નાખો અને ત્યાર બાદ દાંતીવાડા અને સીપુ ડેમ માં પાણી નાખો અને બનાસ નદી તેમજ રેલ નદી જીવંત કરવી.
(૨) બનાસકાંઠા ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી ખેડૂતો ને સહાય ચુકવી આપે
(૩) પશુઓ માટે ઘાસચારા ના ડેપા ચાલુ કરો
(૪) બનાસ ડેરી દ્વારા દુષ્કાળ સમય પશુદાણ માં કરેલ જંગી ભાવ વધારો પરત ખેંચવો
(૫) પશુપાલકો ને દૂધ માં પોષણસમ ભાવ આપો
(૬) જળ સંચય મનરેગા યોજના માં મોટા ખેડૂતો ને સમાવેશ કરવો
(૭) જમીન રીસર્વે ની પેન્ડીંગ અરજી નો નિકાલ કરવો
(૮) ભાઇઓ ભાગની ખેતીની જમીન વહેચણી ના અધિકાર મામલતદાર ને આપવા
(૯) ગૌશાળામાં ઘાસચારો પુરો પાડો
(૧૦) વાવ-સુઇગામ તાલુકા ના ૨૧ ગામોને નવીન બ્રાંચ કેનાલ બનાવી આપો
(૧૧) વીમા કંપની પાક વીમો મંજુર કરે. ના કુલ અગીયાર માગણી સાથે દરેક તાલુકા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું છે.
રાષ્ટ્રીય કિસાન સંગઠનના જીલ્લા પ્રમુખ વી.કે.કાગે જણાવ્યુ હતુ કે અમીરગઢ ખાતે ઉત્તર ગુજરાત ઝોન પ્રમુખ દિનેશગીરી ગૌસ્વામીની આગેવાની હેઠળ તાલુકા પ્રમુખ,મહામંત્રી વિગેરે ખેડૂતો સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. દાંતા મામલતદારને જીલ્લા યુવા મહામંત્રી પ્રદિપસીહ દિયોલ ની આગેવાની હેઠળ તાલુકા પ્રમુખ સાથે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપ્યું છે.
વડગામડા મામલતદાર ને જીલ્લા ઉપ પ્રમુખ જવાનસીહ હડિયોલ,તાલુકા પ્રમુખ લક્ષમણભાઇ ચૌધરી,તાલુકા મહામંત્રી ગોવિદભાઈ ચૌધરી,તાલુકા ઉપ પ્રમુખ રેવાભાઈ પરમાર દ્વારા ખેતીની હાજરીમાં આવેદનપત્ર આપ્યું છે.
પાલનપુર મામલતદારને જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ સાથે તાલુકા પ્રમુખ ગુલાબસિહ પરમાર તાલુકા મહામંત્રી નાથાભાઇ હડીયાની સાથે ખેડૂતો જોડાઇ આવેદનપત્ર આપ્યું છે.
દાંતીવાડા તાલુકા મામલતદાર ને તાલુકા પ્રમુખ રમેશભાઈ ચૌધરી અને મહામંત્રી જેસંગભાઈ ચૌધરી દ્વારા ખેડૂતો સાથે રાખી આવેદનપત્ર આપ્યું છે.
ડીસા તાલુકા મામલતદાર ને પુરણસિહ ચૌહાણની સાથે ખેડૂતો જોડાઇ આવેદનપત્ર આપ્યું છે.
ધાનેરા તાલુકા મામલતદાર ને પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા મહામંત્રી નવાભાઈ મુંજી તાલુકા યુવા પ્રમુખ દિનેશભાઇ ચૌધરી તાલુકા ઉપ પ્રમુખ દીપાભાઇ રબારી સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા હતા.
લાખણી તાલુકા મામલતદાર ને જીલ્લા યુવા પ્રમુખશ્રી દોલાભાઈ ખાગડા ની આગેવાની હેઠળ તાલુકા પ્રમુખ મહામંત્રી સાથે રાખી આવેદનપત્ર આપ્યું છે.
આ પણ વાંચો – મહેસાણા: ભારતીય કિસાન સંઘની સરકારને રજુઆત – સમાન સીંચાઈ દર, ટેકાના ભાવ અને રીસર્વેની કામગીરીનો નિકાલ કરવામાં આવે
થરાદ તાલુકા મામલતદાર ને તાલુકા પ્રમુખ અરજણભાઇ પટેલ મહામંત્રી છોગાભાઇ ચૌધરી કોષાઅધ્યક્ષ કનુભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઇ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું છે.
વાવ તાલુકા મામલતદારને તાલુકા પ્રમુખ આઇ.વી.ગોહિલ મહામંત્રી ભાવસિંહ ગોહિલ ઉપ પ્રમુખ ધુડાભાઈ આસલ કોષાઅધ્યક્ષ બાબુભાઈ ઠાકોર સાથે ખેડૂતો જોડાઇ આવેદનપત્ર આપ્યું છે.
ભાભર તાલુકા મામલતદાર ને પ્રદેશ મંત્રી રામસિંહ ગોહિલ જીલ્લા ઉપ પ્રમુખ કરશનભાઈ રાજપુત ની આગેવાની હેઠળ તાલુકા પ્રમુખ અને મહામંત્રી દ્વારા આવેદનપત્ર આપ્યું છે.
સુઇગામ તાલુકા મામલતદાર ને ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટ ના ઇ.પ્રમુખ નટુભાઇ પટેલની આગેવાની હેઠળ જીલ્લા કોષાઅધ્યક્ષ વિક્રમભાઈ ગામોટ જીલ્લા મંત્રી રામસિંહ બાયડ તલાભાઈ ચૌધરી મયૂરભાઈ ચૌધરી સાથે ખેડૂતો જોડાઇ આવેદનપત્ર આપ્યું છે.
દીયોદર તાલુકા મામલતદાર ને જીલ્લા મંત્રી ઉદેસીહ વાઘેલા ની આગેવાની હેઠળ આવેદનપત્ર આપ્યું છે.
આ સીવાય કાંકરેજ તાલુકા મામલતદાર ને જીલ્લા પ્રમુખ વી.કે.કાગ તાલુકા પ્રમુખ ભેમાભાઇ ચૌધરી મહામંત્રી સાથે કાર્યકર્તા જોડાઇ આવેદનપત્ર આપ્યું છે. ખેરાલુ ખાતે જીલ્લા મહામંત્રી પથુભાઇ ચૌધરીની આગેવાની હેઠળ તાલુકા પ્રમુખ સાથે આવેદનપત્ર આપ્યું છે.
પ્રદેશ મંત્રી રામસિંહ ગોહિલ જણાવે છે કે કે જો અમારી માંગણીઓ સરકાર દ્વારા પુરી કરવા માં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી આંદોલન કરવામાં આવશે, છતા આંખઆડા કાન કર્યા તો ઐતીહાસીક જન આંદોલન કરી ધારાસભ્ય અને સંસદ સભ્યનો ઘેરાવ કરવામાં આવશે.
જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડાએ જણાવાયું છે કે સરકાર માગણી નહીં સ્વીકારે તો પગપાળા યાત્રા કરી ગાંધીનગર જઇ ઢોલનગારાં વગાડી સરકાર ને જગાડવા નું કામ કરીશું જેની અસર વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ની ચુંટણી માં જોવા મળશે.