ગરવી તાકાત થરાદ : થરાદ પો.સ્ટે. વિસ્તારમાંથી સ્વીફ્ટ ડિઝાયર ભરેલ ભારતીય બનાવટ ના બીયર ટીન નંગ-812 કિં.રૂ.1,01,500/-તથા સ્વીફ્ટ ડિઝાયર સહિત કુલ રૂા.4,01,500/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ના અ.હેડ.કો.ભુરાજી તથા અ.પો.કો.અમરસિંહ તથા દશરથભાઇ* નાઓ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન થરાદ સાંચોર રોડ ઉપર માંગરોળ ગામની સીમમાં રામપુરા ત્રણ રસ્તા પાસેથી એક *સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ-08-AE-9248* માંથી ભારતીય બનાવટના બિયર ટીન નંગ-૮૧૨ કિ.રૂા.૧,૦૧,૫૦૦/- તથા સ્વીફ્ટ ડિઝાયર ગાડી સહિત કુલ કિ.રૂ.૪,૦૧,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરેલ અને સ્વીફ્ટ ગાડીને ખોટી નંબર પ્લેટ લગાવી ખરા તરીકે ઉપયોગ કરેલ હોય નાસી ગયેલ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ તથા ઈ.પી.કો. કલમ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે
તસ્વીર અને એહવાલ : વસરામ ચૌધરી — થરાદ