બનાસકાંઠા LCBએ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

November 6, 2025

ગરવી તાકાત  બનાસકાંઠા : બનાસકાંઠા LCBએ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો ક્રેટા ગાડીમાંથી કુલ ₹14,73,050/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી જ્યારે અન્ય બે ફરાર LCB પોલીસ સ્ટાફના કર્મચારીઓ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યા તે દરમિયાન તેમને બાતમી મળી કે, ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરીને વાછડાલથી વિરુણા તરફ જઈ રહી આ બાતમીના આધારે વિરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી.

બનાસકાંઠામાં કરોડોના સોનાની લૂંટના આરોપી પકડાતા થયા ચોંકાવનારા ખુલાસા

જોકે, ગાડીના ચાલકે વાહન ઊભું રાખ્યું ન હતું, જેથી પોલીસે તેનો પીછો કર્યો પીછો કરતા ક્રેટા ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને ગાડી રોડ નીચે બાવળની ઝાડીમાં ઉતરી પોલીસે તરત જ ચાલક સુખારામ બાબુરામ વિશ્નોઇ (રહે. હેમાગુડા, તા. ચિતલવાણા, જી. જાલોર, રાજસ્થાન) ને પકડી પાડ્યો પકડાયેલા આરોપીના કબજામાંથી ક્રેટા ગાડીમાંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની 470 બોટલો મળી આવી જેની કિંમત ₹4,53,050/- દારૂ, ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹14,73,050/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

Banaskantha LCB seizes foreign liquor | બનાસકાંઠા LCBએ વિદેશી દારૂ ઝડપ્યો: પાંથાવાડામાંથી  ક્રેટા કારમાંથી ₹14.73 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપીની ધરપકડ - banaskantha  ...

આ દારૂનો જથ્થો ભરી આપનાર રાજુ વિશ્નોઇ (રહે. નગર, તા. ગુડામલાની) અને અમદાવાદ રિંગરોડ ખાતે દારૂ મંગાવનાર ફીરોજભાઈ (રહે. અમદાવાદ) ફરાર પકડાયેલા ચાલક સુખારામ વિશ્નોઇ અને ફરાર આરોપીઓ રાજુ વિશ્નોઇ તથા ફીરોજભાઈ વિરુદ્ધ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અનઅધિકૃત રીતે ગુજરાતમાં ઘુસાડવાનું ગુનાહિત કાવતરું રચવા બદલ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તપાસમાં અન્ય કોઈ ઇસમોની સંડોવણી જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0