બનાસકાંઠા જિલ્લામાં કોરોનાએ ફરી એક વાર હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના સંખ્યાબંધ કેસો સામે આવી રહ્યા છે. જેમાં આજે વધુ ૧૨ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી આજે એક જ દિવસમાં ત્રણ વ્યક્તિના મોત પણ નિપજ્યા છે. ત્યારે અનલોક બાદ બનાસકાંઠા જિલ્લામાં સરકારી ગાઇડ લાઇનનું પાલન ન થતાં અને કોરોના સંક્રમણ વધી જતાં વહીવટી તંત્ર તેમજ  આરોગ્ય વિભાગ હરકતમા આવી ગયા છે.
પાલનપુર-૫, વાવ-૧, ડીસામા ૬ કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ હરકતમા
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની મહામારીને પગલે આ સરકારે લોકડાઉન જાહેર કરી લોકોને ઘરમાં રહેવા સૂચના આપી હતી. જેને પગલે છેલ્લા ત્રણ માસથી લોકો ઘરમાં જ રહ્યા હતા. પરંતુ હવે સરકારે અનલોક જાહેર કરી ધંધા રોજગારમાં છૂટ આપ્યા બાદ  લોકો વરૂણ અને જાણે ભૂલી ગયા હોય તેમ બેખૌફ ફરતે ફરવા નીકળી પડતા હોય કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. તેમાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના સંખ્યાબંધ કેસો સામે આવી રહ્યા છે. જેમાં પાલનપુર શહેરમાં પણ સંખ્યાબંધ કેસો બહાર આવી રહ્યા છે. ત્યારે ક્યાંકને ક્યાંક આરોગ્ય વિભાગની બેદરકારી પણ જણાઈ રહી છે. અગાઉ લોકડાઉન સમયે કોરોનાનો એક પણ કેસ સામે આવેલ હોય તેવા વિસ્તારમાં તાકીદે સઘન ચેકીંગ કામગીરી તેમજ સંક્રમણ આવેલા લોકોની તપાસ સહિતની કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ હાલમાં કોરોનાને જાણે લોકો તેમજ તંત્ર મજાકમાં લઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જેને પગલે જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ ૧૨ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમજ ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. ગઇકાલે આવેલા રિપોર્ટ પૈકી પોઝિટિવ આવેલ દર્દીના આજે મોત નિપજતાં જિલ્લામાં કુલ મૃત્યુ આંક ૧૩ ઉપર પહોંચ્યો છે. ત્યારે પહોંચી જ્યારે પોઝિટિવ દર્દીઓનો આંક ૨૨૨ ઉપર પહોંચી જવા પામ્યો છે. ત્યારે પોઝિટિવ દર્દીઓને પાલનપુર અને ડીસાની કોવિડ હોસ્પિટલમાં હાલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.
આજના કોરોના પોઝિટિવ દર્દીઓનુ લીસ્ટ
૧. તરૂણકુમાર શૈલેષ ભાઈ પંચિવાળા ઉ.વ.૩૫ જૂની પોલીસ લાઈન
૨.કાંતાબેન મણિલાલ દરજી ગુલબાણી નગર ઉ.વ.૬૦
૩.સાગર મનસુખ લાલ પંચિવાળા  ઉ.વ.૨૯ , લક્ષ્મીનગર
૪.જનકબેન મહેશભાઈ મોદી ઉ.વ. ૪૮ શાસ્ત્રીનગર
૫. કૈલાશબેન જ્યંતીભાઈ માળી ઉ.વ.૫૫, ઉમિયાનાગર
૬.ચંદુભાઈ રમેશભાઈ જોશી વાસણા ઉ.વ.૪૯, જુનાડીસા
૭.મોહમ્મદ અલી ઉલેમાનભાઈ ગની કાણોદર હાઈવે પાલનપુર
૮.કનુભાઈ મોંગીલાલ અગ્રવાલ પાલનપુર ઉ.વ.૫૦
૯. બાબુભાઇ નારણભાઇ પઢીયાર ઉ.વ.૪૦ માનસરોવર હરિપુરા
૧૦. કમલેશભાઈ ડાયાભાઇ મકવાણા ઉ.વ.૩૪ ગઠામણ ગેટ પાલનપુર
૧૧.સતીસભાઈ મનહરલાલ સિંધી ઉ.વ.૪૬, શાકમાર્કેટ પાલનપુર
૧૨. ચંદ્રિકાબેન મયચંદભાઈ સોની વાવ ઉ.વ.૭૫
Contribute Your Support by Sharing this News: