પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

જ્યાં સુધી વરસાદ નહિ પડે ત્યાં સુધી તીડનો નાશ નહિ થાય

ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારોમાં ધીરે ધીરે તીડનો આતંક વધી રહ્યો છે. સરહદી વિસ્તાર હોવાને કારણે પાકિસ્તાન તરફથી તીડ આવી રહ્યા છે. તીડ માં દિવસે ને દિવસે વધારો થવાને કારણે લોકોમાં પરેશાની પણ વધી રહી છે. ખેડૂતોમાં ડર નો માહોલ હોવાને કારણે અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ખેતરોની મુલાકાત લઇ રહ્યા છે. વધતા તીડના કારણે તેના માટે ઝેરી દવાનો છનટાવ કરી તેનો નાશ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.