ગરવીતાકાત,પાલનપુરઃ બનાસકાંઠાના લાખણી તાલુકાના કુડા ગામે એક પરિવારના 4 સભ્યોની હત્યા થયોની ઘટના સામે આવી છે. 21 લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે પરિવારના મુખ્યાએ પરિવારના અન્ય ચાર સભ્યોની ગત મોડી રાત્રે હત્યા કરી પોતે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા કર્યા બાદ આપઘાત કરનાર પરિવારનો મુખ્ય હાલ ગંભીર છે જેની નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરિવારના મુખ્યાએ ગત્ત મોડી રાત્રે પરિવારના 4 સભ્યોની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી પોતે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઘરની દિવાલ પર 21 લાખની ઉઘરાણીનો હિસાબ અને તમામ મૃતકોના નામ લખ્યા છે. જેના પરથી પ્રાથમિક તારણમાં 21 લાખની ઉઘરાણીનો મુદ્દો પોલીસને ધ્યાને આવ્યો હતો. ગામ લોકોને વહેલી સવારે આ ઘટના ધ્યાને આવતાં પોલીસને જાણ કરી હતી. હાલમાં પોલીસ હત્યાનું મુખ્ય કારણ શોધી રહી છે.

મૃતક ના નામ
હરજીબેન કરશનજી મૃતક
ઉકભાઈ કારશનજી પટેલ મૃતક
ભાવનાબેન કરશનજી પટેલ મૃતક
સુરેશભાઈ કરશનજી પટેલ મૃતક
કરશનજી સોનજી પટેલ ઘાયલ