૧૦ થી વધુ ગામોના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતાં માર્ગ  કરાયો બ્લોક

વરસાદના આગમનથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની મહેક જોવા મળે છે. જ્યારે પાલનપુર-આબુરોડ હાઈવે નજીકથી પસાર થતો મલાણાનો માર્ગ પાણીમાં ગરકાવ હોવાથી બંધ કરવામાં આવ્યો હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી ૫ડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આંત્રોલી, મલાણા, ભટામલ મોટી, લુણવા, વરવાડીયા,હેબતપુર, રામપુરા, પીરોજપુરા તેમજ અનેક ગામના નાગરિકો મુખ્ય માર્ગ પર વાહન ચાલકો પસાર થઈ શહેરમાં અવર જવર કરે છે.
જ્યારે બીજી બાજુ વરસાદના આગમનથી બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ત્યારે જાહેર માર્ગો પર પાણી ભરાઇ જતા અને માર્ગ પાણીમાં ગરકાવ થઇ જવાથી વાહન ચાલકોને  અવર જવરમાં સ્તંભ ઉભો થયો છે. જ્યારે ગામના નાગરિકો દ્વારા પોતાની જીવન જરૂરિયાત અને જરૂરી કામથી શહેરમાં અવર- જવર કરતાં હોય છે. જ્યારે આ ગામના નાગરિકોનો મુખ્ય માર્ગ બંધ થઇ જવાથી મોટા પ્રમાણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અગાઉના વર્ષમાં પણ વરસાદમાં આ રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો. ત્યારે મિડીયાના અહેવાલ બાદ પાણી પાઇપ લાઇન દ્વારા ખેંચવામાં આવ્યું હતું અને માર્ગ ઉપર આવેલ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી ચોમાસાની સિઝન શરૂ થવાથી આ પાણીનો પ્રશ્ન ઉભો થયો છે અને બીજી બાજુ રોડની સાઈડમાં આવેલ ખાનગી કંપનીઓ દ્વારા પાકું બાંધકામ કરેલ હોવાથી પાણી યોગ્ય જગ્યાએ ન જવાથી પાણી એકઠું થઇ વિશાળ પ્રમાણમાં પાણી ભરાતુ હોવાથી વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ શકતા નથી. આથી વહીવટી તંત્ર દ્વારા આ પાણીનો યોગ્ય નિકાલ લાવવામાં આવે જેથી  લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટેની રજૂઆત કરવામાં આવી છે.