ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો. જિલ્લાના 14 તાલુકાના પશુઓ લમ્પી વાઇરસની ચપેટમાં આવ્યાં છે. લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 781 પશુઓ પર રોગની અસર જોવા મળી છે. તેમજ આજે 14 જેટલાં પશુઓના મોત થયા છે. બનાસકાંઠા જિલ્લાના કુલ 855 ગામોના પશુઓમાં લમ્પી વાઇરસની અસર દેખાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે.
જિલ્લામાં આજે નવા 781 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. તેમજ આજે 14 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકાઓના 855 ગામોના પશુઓમાં લમ્પી વાઇરસ જોવા મળ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 29,406 પશુઓ લંપી વાઇરસની ચપેટમાં આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 622 પશુઓના મોત થયા