ગરવી તાકાત પાલનપુર : ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યક્રમ મુજબ સમગ્ર ગુજરાતના ૧૨ હજાર કરતા વધારે કાર્યકર્તા દરેક બુથ સશક્ત કરવા સજજ બન્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપા ના ૧૧, ૧૨ અને ૧૩ જૂન ત્રી દિવસીય વિસ્તારક પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર વિધાનસભામાં પાલનપુર તાલુકાના માલણ મુકામે બુથ નં ૫૯,૬૦,૬૧, ૬૨માં અલ્પકાલીન વિસ્તારક તરીકે બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય અશ્ચિન સક્સેનાએ માલણ ગામના વીર મહારાજમંદિર માં દર્શન કરી ત્યાંના પુજારીજીને શાલ થી સન્માન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી.
બસ સ્ટેશન માલણ માં જનસંઘ વખતના જૂના આગેવાનો સાથે જયંતીભાઈ મોદીની દુકાને મુલાકાત કરી જેમા ભાજપા પાલનપુર તાલુકા અ.જા. મો મહામંત્રીશ્રી નરેશભાઈ કરેણ ધેમરભાઈ ખસોર, ડે.સરપંચશ્રી રાજેન્દ્રસિહ બનાજી રાજપુત, મહેન્દ્રભાઈ બાબુભાઈ પંચાલ , અજયભાઈ ગુપ્તા, અંબાલાલ રામાભાઈ મેંતીયા, વિજયભાઈ નાઈ,કલ્પેશ પંચાલ, દીલીપભાઇ સોની,સંયોજક શ્રી લલીતભાઇ માલવી ના ઘરે ભાજપા નેમપ્લેટ લગાવી. ત્યારબાદ લલીતભાઈ માલવી સાથે શ્રી કામધેનું ગૌશાળામાં મુલાકાત કરી. જેમાં ગૌ માતાને ધાસચારો આપીને આશીર્વાદ પ્રાપ્ત કરીને બપોરનુ ભોજન પાલનપુર તાલુકા મીડીયા સહ કન્વીનરશ્રી જયંતિભાઈ મેતીયાનાં ઘરે લીધું.
ત્યારબાદ માલણ દુકાનદાર પ્રેરણા કલોથ સેન્ટરના જૂના આગેવાન જયંતિલાલ મોદીની મુલાકાત દરમ્યાન ભાજપાની જૂની યાદો તેઓશ્રીએ તાજી કરાવી. દરજી કામ કરતાં શ્રી વિઠ્ઠલભાઈ કરેણની દુકાને મુલાકાત કરી આમ ખુબ જ સુંદર પ્રવાસ કાર્યક્રમ અલ્પકાલીન વિસ્તારક તરીકે બુથમાં થઈ રહ્યો છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર