પાલનપુર: કાંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતની બજેટ બેઠક યોજાઈ હતી. જેમાં સને-૨૦૨૦-૨૧નું રૂ.૨૨.૪૧ કરોડની પુરાંતવાળું બજેટ વિપક્ષના ભેદી મૌન વચ્ચે શાસકપક્ષે બહુમતિથી મંજુર કર્યું હતું. આજની બેઠકમાં જિલ્લાના વિકાસ માટે સભ્ય દીઠ રૂ.૨૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની અને શહીદ સૈનિકના પરિવાર અને ચાલુ ફરજે અવસાન પામનાર જિલ્લા પંચાયતના કર્મચારીના પરિવારજનો માટે રૂ.૨ લાખની જોગવાઈ કરાઈ હતી. કાંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતની ખાસ બજેટ બેઠક પ્રમુખ પીનાબેન ઠાકોર અને સચિવ ડી.ડી.ઓ અજયકુમાર દહીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં સને ૨૦૧૯-૨૦૨૦ નું સુધારેલું અને રૂ.૨૦૨૦-૨૧નું  રૂ.૨૨.૪૧ કરોડની પુરાંતવાળું બજેટ વિપક્ષ ભાજપના મૌન વચ્ચે બહુમતિ ના જોરે મંજુર કરાયું હતું. જેમાં આરોગ્ય, શિક્ષણ, બાંધકામ સહીત જિલ્લાના વિકાસ માટે વિવિધ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી હતી. આજની બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ પર ભાર મુકાયો હોવાનું પ્રમુખ પીનાબેન ઠાકોરે જણાવ્યું હતું.

Contribute Your Support by Sharing this News: