ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લો એ ગુજરાત અને રાજસ્થાનની આંતરરાજ્ય સરહદને અડીને આવેલો જિલ્લો છે. જેમાં બનાસકાંઠા જીલ્લાની અંદર સરહદી રાજસ્થાનમાંથી અવાર નવાર વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે
તો બીજી તરફ બનાસકાંઠા જીલ્લાની અંદર દારૂ ના વધતા જતા દુષણ તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આજે એક મહત્વનો નિર્ણય લઇ બનાસકાંઠા જિલ્લાના દારૂના ગુનાના ૯ જેટલા બુટલેગરોને ગુજરાત રાજ્યની વિવિધ જેલોમાં પાસા હેઠળ મોકલવા હુકમ કર્યો છે ગુનાહિત પ્રવૃતિ ડામવા કલેક્ટરે અધિનિયમ ૧૯૮૫ ના કાયદાની કલમ-૩ (૧) હેઠળ પાસાના હુકમ કર્યા છે. જેને લઇ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર