ગરવી તાકાત, બનાસકાંઠા
જિલ્લા માહિતી નિયામક સહિત પત્રકારોએ પણ જિલ્લા કલેકટરનું સન્માન કર્યુ
બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ કુમાર સાગલેનો આજે વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ અધિકારીઓ તેમજ પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા માટે સારી એવી કામગીરી કરનાર જિલ્લા કલેક્ટરને સન્માનિત કરી વિદાય આપવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે પ્રશંસનીય કામગીરી કરનારા બનાસકાંઠાના જિલ્લા કલેકટર સંદીપ કુમાર સાગલેની બદલી અમદાવાદ કલેક્ટર તરીકે કરવામાં આવી હતી અને પાટણના કલેકટર આનંદ પટેલે બનાસકાંઠા કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર તરીકે પ્રશંસનીય કામગીરી કરી ફરજ બજાવનાર સંદીપકુમાર સાગલેનો આજે વિદાય સમારંભ યોજાયો હતો.
જેમાં કલેક્ટર દ્વારા પત્રકારોને મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ બનાસકાંઠા જિલ્લાને સદાય યાદ રાખશે અને બનાસકાંઠા જિલ્લો તેઓ ભૂલી નહીં શકે. બનાસકાંઠા જિલ્લાની જનતાનો પ્રેમ તેઓને સદાય યાદ આવશે. આ પ્રસંગે ઉપસ્થિત માહિતી નિયામક દ્વારા જિલ્લા કલેકટરનું સન્માન કરવામાં આવ્યું હતું અને પત્રકારો દ્વારા પણ કલેકટરનું સન્માન કરી વિદાય આપવામાં આવી હતી.