પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૭)

ડીસા તાલુકાના મુડેઠા (દુદાણી પાર્ટી) ગામે નજીવી બાબતે માર મારી તોડફોડ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. જેની વિગત અેવી છે કે ડેરીના મંત્રી મગનભાઇ રબારીઅે મુડેઠા (ભલાણી પાર્ટી) ગામના નટુજી રાઠોડ અને વીમાજી રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદ અનુસાર દુધ ડેરીમા દુધ લેવા બાબતે મનદુખ રાખી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઅો આપી દૂધ મંડળીમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ ભીલડી પોલીસ મથકે નોંધાવા પામી છે.

અહેવાલ જયંતી મેતીયા