બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની ગરીબો પ્રત્યેની સંવેદનાની જિલ્લાવાસીઓ સરાહના કરી રહ્યા છે. આગામી સમયમાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઇભીજ જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં જિલ્લાના મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અનોખો સેવાયજ્ઞ આદરવામાં આવ્યો છે. જેમાં તેમને મીઠાઈનુ વિતરણ કર્યુ હતુ.
આ પણ વાંચો – બહુચરાજીના સરપંચની અનોખી દિેલેરી 11 દિકરીઓને લીધી દત્તક
બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે પાલનપુર શહેરમાં ફૂટપાથ પર રહેતા અત્યંત ગરીબ લોકોને ગઇકાલે સાંજે મીઠાઇનું વિતરણ કર્યું હતું. કલેકટરશ્રીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના મહેસૂલી પરિવાર દ્વારા ફુટપાથ પર રહેતાં ગરીબ પરિવારોને સાંજનું ભોજન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે 20થી 25લોકોને ભોજન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગળ જતાં તેમની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી આ સેવા વિસ્તારવામાં આવશે.
લોકડાઉનના કારણે અનેક લોકોના રોજગાર છીનવાઈ ગયા છે હજુ સુધી તેની ભરપાઈ થઈ શકી નથી. કોરોના વાઈરસનો ડર હજુ સુધી પણ બરકરાર હોવાથી બજાર પણ સુસ્ત જોવા મળી રહ્યુ છે. જેના કારણે ગરીબ લોકો નાના મોટો ધંધો કરી પોતાનુ ગુજરાન ચલાવતા હોવાથી આ વર્ષ તેમના માટે જીવવા મરવા નો સવાલ બની ગયો છે. એવામાં દિવાળીમાં કપડા, મીઠાઈ જેવી ખરીદી પણ ગરીબ વર્ગ માટે મુશ્કેલ બની ગઈ છે. એવામાં બનાસકાંઠાના કલેક્ટરે સંવેદના બતાવતા ફુટપાથ પર વસનારા લોકો વચ્ચે જઈ મીઠાઈનુ વિતરણ કરી સરાહનીય કામ કર્ય હતુ.