બનાસકાંઠા ACBએ ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિને ₹1,10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા…

June 9, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ વધુજી સુરાજી સોલંકીને ₹1,10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા આ કાર્યવાહી 9 જૂન 2026ના રોજ ઢુવા ચોકડી જાહેર રોડ, જૂના ડીસા ખાતે કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર, એક જાગૃત નાગરિકને ધરપડા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી માટીની જરૂરિયાત આ માટે તેમણે પંચાયતનો સંપર્ક કર્યો પંચાયતે સિંચાઈ વિભાગને માટી ઉપાડવાની મંજૂરી માટે ઠરાવ કરીને અરજી પણ કરી.

આ પ્રક્રિયા દરમિયાન, આરોપી વધુજી સુરાજી સોલંકીએ ધરપડા ગામના તળાવમાંથી માટી ખોદકામ કરવાની મંજૂરી અપાવવા બદલ ફરિયાદી પાસેથી ₹1,10,000ની લાંચની માંગણી કરી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે બનાસકાંઠા ACBનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો ટ્રેપ દરમિયાન, આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ ₹1,10,000ની લાંચની રકમ સ્વીકારી તે જ સમયે, ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો.

Banaskantha ACB Arrests Sarpanch Husband For ₹1.10 Lakh Bribe

અને સ્થળ પરથી લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી આ સમગ્ર કાર્યવાહી બનાસકાંઠા ACB પોલીસ સ્ટેશન, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ (ACB બોર્ડર એકમ, ભુજ) દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું જ્યારે નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા (ACB રાજકોટ એકમ) ઇન્ચાર્જ અધિકારી તરીકે રહ્યા ACB દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0