ગર્વીતાકાત,અરવલ્લી: બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા પછી બાયડ-માલપુર વિધાનસભા વિસ્તારના હોદેદ્દારો અને કાર્યકરોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે કોંગ્રેસ પક્ષે વિધાનસભા બેઠક પર દબદબો યથાવત રાખવા કમર કસી છે બાયડના ધારેશ્વર મહાદેવ મંદિરમાં અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ અને બાયડ-માલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા  કાર્યકર્તા સંમેલન રાજ્યસભાના સાંસદ અને એઆઈસીસીના રચનાત્મક કોંગ્રેસના ચેરમેન મધુસુદન મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયું હતું સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અગમ્ય કારણોસર ગેરહાજર રહેતા કાર્યકરોમાં નિરાશા વ્યાપી હતી

બાયડના ધોરેશ્વર મંદિર ખાતે યોજાયેલ જીલ્લા અને બાયડ-માલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીને બાયડ-માલપુર વિધાનસભા બેઠક પર બે ટર્મથી પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપવા છતાં કાર્યકર્તાઓએ વિજય અપાવ્યો હોવાનું જણાવી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામુ ધરી દેતા ટૂંક સમયમાં યોજાનાર વિધાનસભાની બેઠક પર સ્થાનિક કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગ કરી હતી અને સ્થાનિક કાર્યકર્તાને ટિકિટ નહિ અપાય તો બંને તાલુકાના પદાધિકારીઓ અને સંમેલનમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ સામુહિક રાજીનામાં ધરી દેવાની ચીમકી  ઉચ્ચારી હોવાનું કોંગ્રસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું

બાયડ-માલપુર વિધાનસભાના કાર્યકર્તા સંમેલનમાં ધવલસિંહ ઝાલાનું રાજીનામાં અંગે ભારે ચર્ચા થઈ હતી.વિધાનસભા બેઠક પર સ્થાનિક કાર્યકરોની ઉપેક્ષા કરી પેરાશૂટ ઉમેદવાર ધવલસિંહ ઝાલાને ટિકિટ અપાતા સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં પ્રદેશ કોંગ્રેસના નિર્ણયને માન્ય રાખી કાર્યકર્તાઓએ એકજુટ થઈ ધવલસિંહ ઝાલાને જ્વલંત વિજય અપાવ્યો હતો ધવલસિંહ ઝાલાએ રાજીનામુ ધરી દેતા કાર્યકર્તાઓ અને પ્રજાનો સાથે દ્રોહ કર્યો હોવાની લાગણી અનુભવી રહ્યા હોવાની સાથે બાયડના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા આ બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની તૈયારીઓ આદરી હોવાની ચર્ચા વહેતી થતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો

Contribute Your Support by Sharing this News: