મહેસાણા જીલ્લો જ નહીં રાજ્ય તેમજ દેશની પ્રજાના આરોગ્યની ચિંતા કરી ‘ગરવી તાકાત’ દૈનિકે છેડેલી મુહીમ આખરે રંગ લાવી
ઊંઝા પંથકમાં નકલી જીરાના કારોબારમાં સંડોવાયેલા મોટાભાગના તમામ વેપારીઓએ હાલ પુરતો ધંધો બંધ કરી દીધો
ગરવી તાકાત, ઊંઝા તા. 07- જીરૂ માટે વિશ્વ વિખ્યાત ઊંઝા શહેર સહિત પંથક જાણીતો છે. ઊંઝા ખાતે નંબર વન બ્રાન્ડનું જીરૂ મળે છે. પરંતુ કેટલાક લે-ભાગુ વેપારીઓ નકલી જીરાનો કાળો કારોબાર ચલાવીને જીરૂ માટે ઊંઝાની શાખને લજવી રહ્યાં છે. ત્યારે હાલ ઊંઝા શહેર સહિત પંથકમાં નકલી જીરૂ બનાવતાં વેપારીઓ પર લગામ લગાવી દેવામાં આવ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. ઊંઝામાં મોટા ભાગના તમામ નકલી જીરૂ બનાવતાં વેપારીઓ હાલ નકલી જીરૂનો ધંધો હાલ પુરતો બંધ કરી દીધો છે તેવી માહિતી આંતરિક સૂત્રો દ્વારા મળી રહી છે તો બીજી તરફ ઊંઝા પી.આઇ દરજીએ નકલી જીરાના કારોબારને બંધ કરાવી દેવા માટે તેમના માનીતા અને જાણીતા કથિત વહીવટદાર બાદશાહ અને નાયીને હુકમ કરતાં આખરે નકલી જીરાના વેપારીઓને નાછૂટકે આ કારોબાર પર હાલ પુરતી તો રોક લગાવી બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેસાણા જીલ્લો જ નહી રાજ્ય તેમજ દેશની પ્રજાના આરોગ્યની ચિંતા કરી ‘ગરવી તાકાત’ દૈનિકે છેડેલી મુહીમ આખરે રંગ લાવી.
મહેસાણા જિલ્લાનું ફૂડ વિભાગ કે ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કે સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા ઊંઝામાં નકલી જીરાના કારોબારીઓ બાબતે તો કોઇ તપાસ કે ચેકિંગ કરવામાં ન આવ્યું પરંતુ ઊંઝા પોલીસે નકલી જીરાના કાળો કારોબાર ચલાવતાં વેપારીઓને જાણે ચેતવણી આપી હોય કે જો નકલી જીરાનો કારોબાર હાલ પુરતો ચાલ્યું કર્યો છે તો તે વેપારીઓની ખેંર નથી. દેશની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી નકલી જીરૂનો કારોબાર ઊંઝા પોલીસની જ મદદથી ધમધમતો હતો તે પુરવાર થઇ રહ્યું હોવાની પણ પંથકમાં અને અસલી જીરૂનો વેપાર કરતા વેપારીઓ ભારે ચર્ચાનો વિષય બન્યોં છે. ત્યારે હવે ઊંઝા શહેર સહિત પંથકમાં હાલ પુરતા બંધ કરાયેલા નકલી જીરાનો કારોબાર કરતાં કારોબારીઓ ફરી ક્યાંરે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો આ ધંધો ધમધમતો કરશે તે જોવું રહ્યું પરંતુ હાલ પુરતા ઊંઝામાં આ કારોબાર પર ઊંઝા પોલીસે ઠપ્પ કરાવી દીધો છે.
સુણક, દાસજ, મક્તુપુર, ઉનાવા, ઊંઝા સહિત તાલુકામાં મોટા પ્રમાણમાં નકલી જીરૂ બનાવવાની ફેકટરીઓ ધમધમતી હતી. આ ફેકટરીઓ અને ગોડાઉન એવી જગ્યાઓ પર બનાવવામાં આવ્યાં છે કે જ્યાં કોઇની નજર પણ ન પહોંચી શકે તેવા નિર્જન વિસ્તારોમાં આવી ફેકટરીઓ અને ગોડાઉન ધમધમે છે ત્યારે ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં, ગૌચરોમાં જતાં ઊંડા ઊંડા રસ્તાઓ પર તપાસ કરવામાં આવે ત્યારે આવી ફેકટરીઓ અને ગોડાઉન હાથમાં આવે છે. જો કે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ સ્થાનિક પોલીસને મોટા ભાગના ગોડાઉન અને ફેકટરીઓ ક્યાં ક્યાં આવેલી છે તેનાથી સારી પેઠે વાકેફ હોય છે પરંતુ આઉ ભાઇ હરખા આપણે બેઉ સરખાની નિતીથી નકલી કારોબાર કરતાં વેપારીઓને પરવાનો મળી જતો હોય છે. નકલી જીરૂ બનાવવામાં કેટલા હાનિકારક કેમિકલ, સિમેન્ટ જેવા પદાર્થો ભેળવવામાં આવતાં હોય છે જે કેન્સર, આંતરડાની ગંભીર બિમારીઓને નોતરી શકે છે પરંતુ સરકારી તંત્રને જાણે નાગરીકોના આરોગ્યની કોઇ ચિંતા જ ન હોય તે રીતે આવા કોરાબાર ચલાવવામાં આવતાં હોય છે.
ગરવી તાકાત દૈનિક પ્રજા હિતાર્થે કલમની તાકાત બતાડતું રહ્યું અને દરજીની કાતર બુઠ્ઠી થઇ હવે નકલી જીરાના ધંધાર્થીઓનું મૂંડન કરવાનું બાદશાહ અને નાયી શરૂ કરતાં નકલી જીરાનો કારોબાર કરતાં કારોબારીઓ પણ સમજી ગયા છે કે કેટલાક સમય માટે હવે આ ધંધો બંધ કરવો પડશે. જેને પગલે વેપારીઓએ પણ આપોઆપ ધંધા બંધ કરી દીધા હોવાની માહિતી આંતરિક સૂત્રો દ્વારા મળી રહી છે. મહત્વની બાબત એ પણ છે કે તમામે તમામ નકલી જીરાના કારોબારીઓએ કારોબાર બંધ નહી કર્યુ હોય કેટલાક હજુ પણ ક્યાંક ખુણે ખાંચરે નકલી જીરૂના ગોડાઉન કે ફેકટરીઓ ધમધમતાં જ હશે ત્યારે હવે મહેસાણા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ઊંઝા શહેર સહિત પંથકની નિર્જન સ્થળ પર જતી શેરીએ શેરીઓ ખુંદી વળે તો હજુ પણ આવા તત્વોના કાળા કોરાબારનો પર્દાફાશ થઇ શકે તેમ છે. ત્યારે હવે જોવું રહ્યું કે જવાબદાર તંત્ર કોઇ કાર્યવાહી કરી એકશન મોડમાં આવે છે કે કેમ?