બીએસએફ સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખી ઉચ્ચ ચેતવણી પર છે.

બીએસએફ અધિકારીઓના કહેવા મુજબ: બીએસએફની એક નાઇટ પેટ્રોલિંગ પાર્ટીએ એક વ્યક્તિને પકડી પાડ્યો હતો જેણે 7 અને 8 ઓગસ્ટની મધ્ય રાત્રે ફેન્સીંગ ઉપર ચઢી ગયો હતો. જ્યારે તેને પડકારવામાં આવ્યો ત્યારે વાતને ન માનતા બી.એસ.એફ.ના જાવાનોએ પોતાના સ્વરક્ષણ માટે ફાયર કરવુ પડ્યુ હતુ. 

આ ઘટના ગુજરાત-રાજસ્થાન સરહદથી માત્ર બે કિલોમીટરમાં બની છે, જ્યાં કચ્છનુ રણ સમાપ્ત થાય છે અને તે રાજસ્થાનના બાડમેરના પહેલા બોર્ડર ઓબ્ઝર્વેશન પોસ્ટ નજીક છે, B.S.F. ના ગાંધીનગર મુખ્યાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે રાજસ્થાનના બાડમેર સુધીનુ સંચાલન અમારા અંદર આવે છે.  

આ ઘટના પછી, B.S.F. ના અધિકારીઓએ ઘૂસણખોરની ઓળખ માટે પાકિસ્તાની રેન્જર્સનો પણ સંપર્ક સાધ્યો હતો, જેમા જણાવવામાં આવ્યુ હતુ કે ઘુસણખોરે વાદળી શર્ટ પહેરેલો હતો. 

આ બનાવ અંગે બીએસએફ તરફથી એક સત્તાવાર બયાનમાં જણાવ્યુ કે, અગાઉ પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આવા જ પ્રયત્નોને બીએસએફ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા હતા. જો કે, આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું પહેલીવાર બન્યુ છે.

Contribute Your Support by Sharing this News: