સારવારનું 300 કરોડનું પેમેન્ટ ન મળતા વડોદરા સહિતની અનેક હોસ્પિટલોની નિર્ણય
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજુઆત કરી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 08 – ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મેડિકલ સુવિધા મળી રહેવા તે હેતુથી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અપાયા છે. જોકે રાજ્યભરની હોસ્પિટલોમાં લોકોને સુવિધાઓ અપાયા બાદ હોસ્પિટલોને 300 કરોડથી વધુ નાણાં ઈન્સ્યુરન્સ કંપનીઓએ ન ચુકવતા વડોદરાની 20 સહિત રાજ્યભરની અનેક હોસ્પિટલોમા આયુષ્યમાન કાર્ડની સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. આ મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજુઆત કરી વહેલી તકે નાણાં ચૂકવવા રજુઆત કરાઈ છે. વડોદરાની 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની સેવાઓ બંધ કરાઈ છે.
રાજ્યભરની અનેક હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડને સેવાઓ બંધ થતા અનેક સવાલો ઉઠ્યા છે. ઇન્સ્યોરન્સ કંપનીઓએ 300 કરોડથી વધુ નાણાં ન ચુકાવતા હોસ્પિટલોએ આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં વડોદરાની 300 હોસ્પિટલો સામેલ હતી. વડોદરા આઈ.એમ.એ પ્રેસિડેન્ટ મિતેષ શાહે કહ્યું કે, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીની સ્કીમ હતી. આયુષ્યમાન 5, 6 અને 7 જેમાં ઇન્સ્યોરન્સ કંપની સાથે ગવર્નમેન્ટનું ટાયઅપ થયેલું હતું. ગુજરાત આઈ.એમ.એ તરફથી સ્ટેપ લેવાયું હતું. દરેક હોસ્પિટલોને ગૂગલ ફોર્મ મોકલવામાં આવેલું જેમાં કેટલા નાણાં બાકી છે જેમાં 300 કરોડથી વધુ નાણાં બાકી હોવાનો ખુલાસો થયો હતો.
છેલ્લા અઠવાડિયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળી રજુઆત કરવામાં આવી છે. આયુષ્યમાન 5, 6 અને 7 ના પૈસા રિલીઝ કરવાની માંગ કરાઈ હતી. અત્યારે આયુષ્યમાન 8 ચાલે છે જેમાં બજાજ અલાયન્સનો ઈનસ્યુરન્સ ચાલે છે જેમાં કોઈ તકલીફ નથી. સરકાર પાછલા નાણાં અપાવશે તો અમે ફરીથી આયુષ્યમાન કાર્ડ ચાલુ કરાવી શકીશું.