1990માં રામમંદિરના નિર્માણ માટે નીકળેલી રથયાત્રા સમયે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અયોધ્યામાં રામ મંદિર બને તે માટે માનતા રાખી હતી જેને પગલે તે છેલ્લા 29 વર્ષથી મીઠાઈ નહોતા ખાતા. પરંતુ આખરે તેમનું મોઢુ મીઠુ કરવાનું શુભ ટાણુ આવ્યુ છે.

શું કહ્યુ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ: વાતચીતમાં જણાવ્યુ હતુ કે, 1990માં 25મી સપ્ટેમ્બરના જ્યારે અડવાણીજીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી ત્યારે હું પણ તેમાં સામેલ થયો હતો અને મેં માનતા રાખી હતી કે જ્યાં સુધી અયોધ્યામાં રામમંદિર નહી બને ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાઉ. આખરે 29 વર્ષે મારી આ માનતા પૂરી થઈ હતી.