ગરવી તાકાત મહેસાણા : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિમોટ સેન્સિંગ (આઇઆઇઆરએસ)/ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઇસરો), દેહરાદૂન, આઉટરીચ નેટવર્ક દ્વારા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીને ઇ-લર્નિંગ અભ્યાસક્રમો માટેનું તાજેતરમાં આઉટરીચ સેન્ટર મળ્યું છે. IIRS દ્વારા ઓફર કરાયેલા અભ્યાસક્રમો સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ તેમજ મહેસાણાની આસપાસના વિદ્યાર્થીઓ દ્વારા રજીસ્ટર થઈ શકશે અને ક્રેડિટ પ્રમાણપત્ર IIRS/ISRO દેહરાદૂન તરફથી એનાયત કરવામાં આવશે. આ તમામ અભ્યાસક્રમોનું કેન્દ્ર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી રહેશે.
શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સામાજિક સેવાઓ તરીકે રિમોટ સેન્સિંગ અને અવકાશ સંશોધનના સંબંધમાં અભ્યાસ માટે તમામ અભ્યાસક્રમો સંપૂર્ણ પણે નિઃશુલ્ક રહેશે. આ વ્યાવસાયિક અને શાળાના વિદ્યાર્થીઓને ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર અને રિમોટ સેન્સિંગ સાથે જોડાયેલા તાજેતરના ક્ષેત્રો વિશે પણ આ અભ્યાસક્રમોમાં આવરી લેવામાં આવશે. આઉટરીચ સેન્ટરની પહેલ ડૉ. સચ્ચિદાનંદસિંઘ, હેડ ઓફ IQAC દ્વારા કરવામાં આવી હતી
અને આઉટરીચ સેન્ટરના કોર્ડિનેટર તરીકે પ્રો. અજય પટેલ, ડિપાર્ટમેન્ટ ઑફ સિવિલ એન્જિનિયરિંગ, SPCE ને જવાબદારી સોંપવામાં આવેલ છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના માનનીય ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ડૉ. ડી. જે. શાહનો આ આઉટરીચ સેન્ટર લાવવા માટે અરજી અને સબમિશનની સમગ્ર પ્રક્રિયા માટે સતત સહયોગ અને માર્ગદર્શન થકી બહુમૂલ્ય ફાળો આપેલ હતો.