થરાદ ધારાસભ્યના ઉપવાસ આંદોલન કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસના પીઠ આગેવાનોની પાંખી હાજરી

શેર કરવા અહીં ક્લિક કરો.

— બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત  થરાદ ના વિવિધ પ્રશ્નોને લઇને નાયબ કલેકટર કચેરી એ ઉપવાસ આંદોલન શરૂ કર્યું :

ગરવી તાકાત થરાદ : બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તાલુકાના વિવિધ પ્રશ્નોને લઇને ઉપવાસ પર બેઠેલા છે જેમાં થરાદના 97 ગામોને કમાન્ડર એરીયામા સમાવેશ કરી સિંચાઇ નું પાણી આપવું તાલુકાના કાચા રસ્તા પાકા કરવા નાગલા ડોડગામ ખાનપુર ગામોના પુનઃ વસન અને પાણી નિકાલ કરવો  નર્મદા કેનાલમાંથી પાણી લિકેજ થવાના કારણે ભડોદર ભાપી વામી ને થતું નુકસાન અટકાવવા અને ખેડૂતો ને પાંચ વર્ષ નું વળતર ચૂકવવા બાબતે ગાયોને 500 કરોડ ની સહાય ચૂકવવા જમીન રિસર્વ કાયદો રદ કરવામાં આવે અને અરજીઓનો નિકાલ કરવો દલિત સમાજની 38 ગામોમાં સ્મશાન ભૂમિ નીમ કરી આપવા તથા થરાદ રેફરલ હોસ્પિટલ ના આધુનિકરણ કરવા જેવા મુદ્દાઓ ને લઇને આજથી નાયબ કલેકટર કચેરી આગળ ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે
ત્યારે થરાદના ધારાસભ્ય એ થરાદ ખાતે ઉપવાસ આંદોલન કરતાં લોકો માં અનેક સવાલો વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ધારાસભ્ય હવે વિધાનસભા આગળ ઉપવાસ ન કરતાં થરાદ પ્રાંત કચેરી એ ઉપવાસ પર બેઠેલા છે શું થરાદ પ્રાંત અધિકારી પ્રશ્નોનું સમાધાન કરશે.? હવે ચૂંટણી ઓ નજીક આવતાં રાજકીય આગેવાનો ને તાલુકાના પ્રશ્નોની ચિંતા થવા લાગી છે  એ પણ લોકો માં ચર્ચા થઈ રહી છે આજના ધારાસભ્ય ના ઉપવાસ આંદોલન કાર્યક્રમ માં ગણ્યાગાંઠ્યા ક્રોંગ્રેસ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે અને લોકોની પણ પાંખી હાજરી જોવા મળી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું
કે થરાદના કોંગ્રેસ ના ધારાસભ્ય શું થરાદ ખાતે ઉપવાસ આંદોલન થકી તાલુકાના તમામ પ્રશ્નો નું નિરાકરણ સરકાર લાવશે કે પછી એ તો સમય આવે ખબર પડે હાલ તો ધારાસભ્ય થરાદમાં ઉપવાસ પર બેસીને સરકાર પાસે માંગ કરી રહ્યા છે  આવનાર વિધાનસભાની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા અવનવા કાર્યક્રમો કરી પ્રજામાં લોક ચાહના વધારી રહ્યા છે પણ તાલુકાના મતદારો પણ હવે તો સમજે છે.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.