કેવડીયામાં તાર ફેન્સીગ બાબતે સ્થાનિક મહિલાઓએ કપડા ઉતારવાનો કર્યો પ્રયાસ, પોલીસે રોક્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં અગાઉ તાર-ફેનસિંગ કામગીરી મામલે નર્મદા નિગમ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે બોલાચાલી થતી જ રહેતી હતી. જાે કે વિવાદ વધતા સરકારે તાર-ફેનસિંગની કામગીરી બંધ રાખી હતી. હવે ફરી નર્મદા નિગમના અધિકારીઓ કેવડિયા વિસ્તારની જમીનનો સર્વે કરી રહ્યા હતા, દરમિયાન ૧૫થી ૨૦ જેટલા સ્થાનિક આદિવાસીઓના ટોળાએ એ કામગીરી બંધ કરાવવાનો પ્રયત્ન કરતા.

અધિકારીઓ પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.એક તબક્કે વિરોધ કરી રહેલી મહિલાઓએ જાહેરમાં કપડાં ઉતારવાનો પ્રયાસ કરતાં મહિલા પોલીસે પકડી લીધી હતી મામલો વધુ ગરમાતા પોલીસે એ ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

નર્મદા નિગમના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના કેવડિયામાં જમીનના સર્વે નંબર ૪૪૯માં સર્વેની કામગીરી કરી રહ્યા હતા.ત્યારે કેવડિયાના રેવજી ઉક્કડ તડવી, પ્રવીણ રેવજી તડવી સહિત ૧૫ થી ૨૦ જેટલા લોકોના ટોળાએ ત્યાં આવી અધિકારીઓ સામે રોષ વ્યકત કરી કામગીરી બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.