યાત્રાધામ અંબાજી ધામે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આ ધામની બોર્ડર આંતરરાજ્ય બોર્ડર પણ ગણાય છે. આ બોર્ડર રાજસ્થાનને અડીને આવેલી હોય જ્યારે ગુજરાતમાં દારૂબંધી હોય રાજસ્થાન તરફથી દારૃની ઘૂષણખોરી પણ ગુજરાતમાં થતી હોય છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોય અવારનવાર ગુજરાતમાં દારૂ પકડાવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે હાલ થર્ટીફસ્ટ નજીક આવી રહી છે એવામાં અંબાજી પોલીસે 11. 21 લાખનો ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપ્યો છે.
ગુજરાતમાં દારૂ પકડાવાની ઘટનાઓ બનવાની શરૂ થઈ ગઈ છે ત્યારે થર્ટીફસ્ટ નજીક આવતા ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી કરાવતા બૂટલેગરો સામે ગુજરાત પોલીસે લાલ આંખ કરી છે.અંબાજી છાપરી બોર્ડર પર અંબાજી પોલીસના જવાન જયકરણ ગઢવી અને છાપરી બોર્ડર ના ઈન્ચાર્જ ઈશ્વર પટેલ સહિત સ્ટાફ ચેકિંગ દરમિયાન હતો તે સમયે રાજસ્થાન તરફથી આવતા ટ્રક પર શંકા જતા અંબાજી પોલીસના જવાનોએ ચેકિંગ કરતા અંદરથી વિદેશી દારૂનો 195 પેઢી નો જથ્થો જડપાયો હતો.આ વિદેશી દારૂ જૂપ બોર્ડરથી ભરી અને ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરાવતી વખતે ગુજરાત પોલીસે લાલ આંખ કરી અને દારૂને ગુજરાતમાં પ્રવેશ કરતા અટકાવી દીધો હતો ગુજરાત પોલીસની આ સુંદર કામગીરીથી લોકોએ ગુજરાત પોલીસની પ્રશંસા કરી હતી.195 પેટી વિદેશી દારૂ ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરાવતા અંબાજી પોલીસના જવાનોએ અટકાવી દીધો હતો.એક આઈસર ટ્રક સહિત એક આરોપી અને 195 પેઢીનો વિદેશી દારૂનો જથ્થો અંબાજી પોલીસે કબજે કરી કાયદેસરનો ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી હતી.
મામલાની હાઈલાઈટ
- રાજસ્થાન થી ગુજરાત મા દારૂ લવાતો હતો
- રાજસ્થાન છાપરી બોર્ડર ની પોલિસ ઊંઘતી રહી
- ગુજરાત પોલીસે દારૂ ભરેલી ટ્રક પકડી
- બનાસકાંઠા એએસપી સુશીલ અગ્રવાલ અંબાજી આવી તપાસ આદરી
- અંબાજી પોલિસ ની સુંદર કામગીરી
- 10 લાખ નું ટ્રક પણ પોલીસે જપ્ત કર્યું
- 500 રૂપિયા નો મોબાઇલ પણ કબ્જે લીધો
- 21,82 લાખ જેટલી કિંમત નો દારૂ અને મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી
- 31 ડિસેમ્બર ને લઈને ગુજરાત મા દારૂ ઘૂસાડવાનો પર્દાફાશ કરતી અંબાજી પોલિસ
- પોલિસ અધિકારી માસ્ક વગર જોવા મળ્યા.
- અંબાજી પોલીસ ની સુંદર કામગીરી અંબાજી છાપરી બોર્ડર પર 194 પેટી વિદેશી દારૂનો જથ્થો પકડાયો.
-
અંબાજી પોલીસે 11 લાખ 21 હજાર 500 નો વિદેશી દારૂ ઝડપ્યો
-
આયસર ટ્રક મા અન્ય કેબિન મા દારૂ છુપાવેલો હતો
-
194 પેટી અને 35 બોટલ દારૂ પકડાયો
-
ટ્રક ડ્રાઈવર ની પણ ધરપકડ કરવામાં આવી