હુમલો કરી અધિકારીના સોલ્ડર તોડી નાખતા આરટીઓ અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવાઈ
ગરવી તાકાત, પાલનપુર તા. 03 – પાલનપુર આર.ટી.ઓ કચેરીમાં આરટીઓ અધિકારી પર ચાલુ ફરજ દરમ્યાન આર.ટી.ઓ અધિકારી પર અજાણ્યા શખ્સદ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. આર.ટી.ઓ અધિકારી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તેમજ કંટ્રોલ રૂમમાં ફરજ પર હતા અને કામગીરી કરી રહ્યા હતા. તે દરમ્યાન એક અજાણ્યો શખ્સ કંટ્રોલ રૂમમાં અન અધિકૃત રીતે ઘૂસી જઈ આર.ટી.ઓ અધિકારી સાથે ગેરવર્તણૂંક કરી કામગીરીમાં અડચણ ઉભી કરીને હુમલો કરી આરટીઓ અધિકારીના સોલ્ડર તોડી નાખતા આરટીઓ અધિકારી દ્વારા શખ્સ સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પાલનપુર આર.ટી.ઓ કચેરીમાં ડ્રાયવિંગ ટેસ્ટ ટ્રેક પર આરટીઓ અધિકારી ભાસ્કર કાંતિલાલ સોનાગરા પોતાની ફરજ પર હતા અને કંટ્રોલ રૂમમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી કરી રહ્યા હતા. તે દરમ્યાન એક અજાણ્યો શખ્સ કોઈ પણ પ્રકારની મંજૂરી વિના અન અધિકૃત રીતે કંટ્રોલ રૂમમાં પ્રવેશ કરી એકદમ ઉશ્કેરાઈ જઈ ને ગેર વર્તુળક કરવા લાગતા આરટીઓ અધિકારી એ તેને ચેમ્બર માં ખોટી રીતે ઘુસી જઈને ગેર વર્તન કરવાની ના પાડતા આ શખ્સ એક દમ ઉશ્કેરાઈ જઈને આરટીઓ અધિકારી ભાસ્કર સોનાગરાને પકડી તેમનો સોલ્ડર નો ભાગ તોડી નાખી માર મારવા લાગતા ઝપાઝપીમાં તેમની નેમ પ્લેટ તૂટી જવા પામી હતી
અને ત્યાં હાજર સિક્યુરિટી દ્વારા હુમલો કરનાર શખ્સ ને પકડી લીધો હતો અને તેની પૂછપરછ કરતા તને પોતનું નામ તરુણ કાંતિલાલ પરમાર હોવાનું જણાવેલ હતું. જેના પગલે આરટીઓ અધિકારી એ તેમના ઉચ્ચ અધિકારી સાથે સમગ્ર મામલે વાત કરતા તેમના અધિકારી ની સૂચના થી આરટીઓ અધિકારી ભાસ્કર સોનાગરા એ પાલનપુર પૂર્વ પોલીસ મથકે તરુણ પરમાર સામે સરકારી અધિકારી પર હુમલો કરી કામમાં રુકાવટ મામલે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.