ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના બાદલપુરા ગામમાં ગાડીનો કાચ અડી જતાં ઠપકો આપનાર યુવક ઉપર કારચાલક સહિત 4 શખ્સોએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જે અંગે 4 શખ્સો સામે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
બાદલપુર ગામનો ઇન્દ્રજીતસિંહ ચતુરજી ચાવડા રવિવારે સાંજના ગામમાં ડેરીમાંથી દૂધ ભરાવી ચેહર માતાજીના મંદિર આગળથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ચાવડા સુહાગસિંહ અશોકસિંહ ગાડી લઈને નીકળતાં તેની ગાડીનો કાચ ઇન્દ્રજીતસિંહને અડી જતાં તેણે કાર ચાલકને ગાડી જોઇને ચલાવો તેમ કહેતાં સુહાગસિંહે ઉશ્કેરાઈ જઈ મોઢા પર ફેંટ મારતાં તે નીચે પડી ગયા હતો.
આ સમયે ચાવડા જયપાલસિંહે પણ માર માર્યો હતો. જ્યારે ઘરે જતાં અન્ય 2 શખ્સોએ માર મારતાં ઈજા થઇ હતી. જે અંગે યુવકે લાંઘણજ પોલીસ મથકમાં સુહાગસિંહ અશોકસિંહ ચાવડા, જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ચાવડા, અશોકસિંહ હેમાજી ચાવડા અને રાજેન્દ્રસિંહ હેમાજી ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી.