મહેસાણાના બોરીયાવી ગામમાં રહેતા એક શીક્ષક ખારા ગામે મંદીરના દર્શન કરવા ગયા હતા ત્યારે ત્રણ ઈસમોએ અંગત અદાવતમાં જાનથી મારી નાખવાની કોશીષ કરી હથીયારોથી મારપીટ કરી હતી. પરંતુ આસપાસના લોકોએ ભેગા થઈ મામલાને શાંત કર્યો હતો.
પીયુષભાઈ ચૌધરી જેઓ આલમપુરા પ્રાથમીક શાળામાં શીક્ષક તરીકે ફરજ નીભાવે છે. તેઓ ગઈકાલે ખારા ગામે મંદીરે દર્શન કરવા ગયા હતા ત્યારે ત્રણ ઈસમોએ પોતાની જુની અદાવતને કારણે એમની ઉપર તીક્ષ્ણ હથીયારો વડે હુમલો કરી દીધો હતો. જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર મનીશ ચૌધરી, દિનેશ ચૌધરી, તથા ખોડાભાઈ ચૌધરી છરી,પંચ તથા ધોકા વડે તેમને મારવા લાગ્યા હતા. જેમાં એક શખ્સે તેમની ઉપર છરી વડે હુમલો કરતા તેમને છરી પકડવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં તેમને હાથના ભાગે ઈજા થઈ હતી. અન્ય એક શખ્સે સ્ટીલના પંચથી મોઢા ઉપર મારવા લાગ્યો હતો. અને ત્રીજા શખ્સે ધોકા વડે હુમલો કર્યો હતો. આમ અચાનક પીયુષભાઈ ઉપર હુમલો થતા તેઓ પોતે બચાવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એવામાં આસપાસથી એક વ્યક્તિએ આવી ભારે મથામણ કરી તેમને છોડાવ્યા હતા. મારપીટમાં ઈજાઓ થઈ હોવાથી તેમને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અંગત અદાવતના કારણે શીક્ષક ઉપર હુમલો કરવા આવેલા ત્રણે શખ્સ જતા જતા કહી રહ્યા હતા કે આજે બચી ગયો છે પરંતુ આગળ તુ નહી બચી શકે, એમ કહી તેઓ ત્યાથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસને કરાતા પોલીસે ત્રણે વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.