ગરવી તાકાત પાલનપુર : પાલનપુરમાં સ્કૂલો શરૃ થતાંજ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ આવક જાતિ સહિતના દાખલા ઉતારા લેવા પાલનપુર ના જન સેવા કેન્દ્રમાં ઉમટી રહ્યા હોય અહીં સવાર થી મોડી સાંજ સુધી અરજદારોની લાંબી કતારો જામી રહી છે જેમાં કેટલીક વાર અરજદારો ધક્કામુક્કી કરતા હોય અહીં વ્યવસ્થા ની જાળવણી માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે
બનાસકાંઠા જિલ્લા માં સ્કૂલ કોલેજમાં નવા શેક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ વિદ્યાર્થીઓ ને આવક,જાતિ ક્રિમિલિયર સહિત ના દાખલા ઉતારાની જરૃર પડતી હોય પાલનપુર શહેર અને ગ્રામ વિસ્તાર ના વિદ્યાર્થીઓ તેમજ વાલી દાખલા ઉતારા લેવા વહેલી સવાર થી પાલનપુરના જનસેવા કેન્દ્રમાં ઉમટતા અહીં દિવસભર અરજદારો ની લાંબી કતારો જામી રહી છે જેમાં.
કેટલીકવાર ભીડને લઈ કતારમાં ધક્કામુકી અને અફરાતફરી મચતી હોઈ અહીં કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે પોલીસ તૈનાત કરવાની ફરજ પડી છે જોકે અહીં દાખલા કાઢવાની કામગીરી મંદ ગતિએ ચાલતી હોય લોકોને કલાકો સુધી કતારો માં ઉભા રહેવાની ફરજ પડી રહી છે.