નવા વર્ષની શરૂઆતમાં વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ થતાં ૧૨ લોકોનાં મોત નિપજયાં

શેર કરવા અહીં ક્લિક કરો.

નવા વર્ષની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં મોટી સંખ્યામાં લોકો નવા વર્ષનાં અવસરે દર્શનાર્થે આવ્યા હતા.આ સમયે એકાએક નાસભાગ મચી ગઇ હતી જેમાં ૧૨ લોકોના મોત નિપજયા હતાં.જયારે કેટલાક લોકોને ઇજા થઇ હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાસભાગમાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનોને વડા પ્રધાન રાહત ભંડોળમાંથી ૨-૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. વડા પ્રધાને કહ્યું કે, તેમણે જમ્મુ અને કાશ્મીરનાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે આ ઘટના પર વાત કરી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. દરમ્યાન, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ મૃતકોનાં નજીકનાં પરિવારને ૧૦-૧૦ લાખ રૂપિયાનાં વળતરની જાહેરાત કરી છે. દેશનાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, માતા વૈષ્ણો ભવનમાં નાસભાગની ઘટના હ્રદયદ્રાવક છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ ઘાયલોનાં ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. દરમ્યાન અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે, દુર્ઘટના બાદ થોડા સમય માટે યાત્રા રોકી દેવામાં આવી હતી, પરંતુ હવે તેને ફરી શરૂ કરવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. પરિસ્થિતિનો તાગ મેળવીને યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. દરમ્યાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે માહિતી આપી છે કે ઁસ્ નરેન્દ્ર મોદી સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું નીકળી ગયો છું અને વૈષ્ણોદેવી પહોંચી રહ્યો છું. જણાવી દઈએ કે ઁસ્ નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર વતી મૃતકોનાં પરિજનોને ૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સિવાય ઘાયલોને ૫૦ હજાર રૂપિયા આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર સરકારે પણ મૃતકોનાં પરિવારજનોને ૧૦ લાખ રૂપિયા અને ઘાયલોને ૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.