ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત બનાસકાંઠા કાંકરેજ તાલુકાના શિહોરી મામલતદાર કચેરી ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ૫ થી ૧૦ વર્ષોથી કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઇવર તથા સેવક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા તમામ કોમ્પ્યુટર ઓપરેટરો, ડ્રાઇવર તથા સેવકોના વિવિધ માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું.ગુજરાત સરકારની અંદર કામગીરી કરતા
આઉટસોર્સિંગ, કરાર આધારીત અને રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન કામ સમાન વેતન અંતર્ગત તેમની સમાન કેડરના કાયમી કર્મચારીઓની જેમ પગાર ના તમામ પ્રકારના લાભો આપવામા આવે. કાયમી કર્મચારીઓને મળતી રજાઓના લાભો, મેડીકલ કવરના લાભો, એલટીસી અને જીવન વીમાના લાભો આપવામાં આવે. સરકારી કર્મચારીઓને મળતા GPF અને CPF ના લાભો આપવામાં આવે. તમામ આવા કર્મચારીઓની સેવાપોથી નિભાવમાંઅને તમામ લાભોની તેમા નોધ લેવામાં આવે. જે કર્મચારીઓ ૫ વર્ષ કે તેથી વધુ સમયથી કામગીરી કરી રહ્યા છે તેમને ઉચ્ચતર પગાર ધોરણ ના લાભો આપવામાં આવે.
રાજ્ય ની અંદરથી ૨(બે) વર્ષ માટેના ટૂંકા ગાળાને બાદ કરતા તમામ લાંબાગાળાની જગ્યાઓ અને યોજનાઓમાં આઉટસોર્સ નાબુદ થાય અને તેવા તમામ કર્મચારીઓને સરકારના પ્રવાહમા સમાવી લેવામાં આવે.રોજમદાર કર્મચારીઓ કે જેઓ છેલ્લા ૧૦ કે ૧૫ વર્ષ થી સરકારમાં કામગીરી કરી રહ્યા છે અને જેઓ સરકારમાં કાયમી નથી તેવા તમામ કર્મચારીઓને ને તમામ પ્રકારના લાભો આપવામાં આવે અને કાયમી પ્રવાહમાં સમાવવામાં આવે,
સરકારના અલગ-અલગ વિભાગ જેવા કે, સમાજસુરક્ષા શાખા, જનસેવા કેન્દ્ર, પુરવઠા શાખા, મધ્યાન ભોજન શાખા, મતદારયાદી શાખાઓમાં આઉટસોર્સિંગ, કરાર આધારીત અને રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓને કમીશન પ્રથામાંથી મુક્ત કરીને આવા કર્મચારીઓને યોગ્ય પગાર સ્કેલ અને કેડર નક્કી કરીને સરકાર ના પ્રવાહમાં સમાવવામાં આવે.સરકારના વિવિધ કાર્યક્રમો જે. ઉકત બાબતે આવેદન પત્ર આપેલ વિનંતી સાથે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ