— કાંકરેજ તાલુકાના ધુડાનગર ( કાકર) ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ(vssm)સંચાલિત છાત્રાલય તેમજ નરેન્દ્રનગર વાદીવસાહતમાં ઘરવિહોણા :
ગરવી તાકાત કાંકરેજ : પરીવારોને મફત પ્લોટ સનદ અને યોજનાકીય લાભોના વિતરણ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજય અને વડાપ્રઘાન નરેન્દ્રભાઈ મોદીના ઘરવિહોણા દરેક વ્યકિતઓને ઘર આપવાના પ્રકલ્પના ભાગરૂપે બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર તેમજ વિચરતાં સમુદાય સમર્થન મંચ દ્વારા કાકરના ઘુડાનગરમાં
વાદીવસાહત અને છાત્રાલયનુ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તાજેતરમાં રીબિનકાપી લોકાર્પણ કરી વાદી વસાહત અને છાત્રાલય ને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.આ છાત્રાલયમાં ધોરણ ૧ થી ૮ માં ૧૩૫ વાદી પરિવારના બાળકોનું ઘડતર દીદી-જયાબેન સોલંકી, દીદી-કાજલબેન નાઈ, ઘનશ્યામભાઈ ચાવડા, અજિતભાઈ સોલંકી, કમલેશભાઈ મિસ્ત્રી કરી રહ્યા છે. મિત્તલબેનના નેજા નીચે સ્ટાફ બાળકોના વિકાસ માટે ખૂબ જ કાળજી રાખીને અભ્યાસ કરવી રહ્યા છે. બાળકના રસ પ્રમાણે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે અને શીખવામાં આવે છે અને તેનું જ્ઞાન આપવામાં આવે છે.
આ છાત્રાલય માં ગઈ કાલ તા.૧૭/૦૬/૨૦૨૨ ના રોજ સવારે જૈન પરિવારના અગ્રણીદંપતી શૈલેષભાઈ શાહ તથા જિજ્ઞાબેન શાહે મુલાકત લઈ બાળકોને ભોજન સાથે સાંજે કેરી રસ આપેલ જેનાના લાભાર્થી શારદાબેન રસિકલાલ શાહ વડા પરિવાર,ચોપડા-કંપાસ શ્રી જૈન એલર્ટ ગ્રુપ ઓફ કાંકરેજ થરા, બોલપેન દિનેશકુમાર એચ. શાહ તરફથી આપવામાં આવેલ ત્યારે ભરતભાઈ શાહ,રાકેશભાઈ ધાણધારા,ગીરીશભાઈ શાહ, ભરતભાઈ શાહ સમોર, મેહુલભાઈ શાહ,બાબરભાઈ દેસાઈ,રીટાબેન શાહ,નીતાબેન શાહ,હંસાબેન શાહ,કેના શાહ, પ્રિન્સી શાહ વગેરે જોડાયા હતા.નાના બાળકોની પ્રાર્થના નાટક સાંભળી આનંદ સાથે મળીને જમવાનું,સાથે મળી રમવાનું બાળકોનો નિર્દોષ ચહેરો આનંદ જોઈએ મન પ્રફુલ્લિત બની ગયું હતું.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ — કાંકરેજ