#એક્સીડેન્ટ : બોરીસણા ખાતે અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

કડીના બોરીસણા ગામ નજીક આવેલા નર્મદા કેનાલની પાસે એક વૃધ્ધને અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનુ ઘટના સ્થળે જે મોત નિપજ્યુ હતુ. પીકઅપ વાહનની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર વાગતા તેઓ ફંગોળાઈને દુર પડ્યા હતા. 

મળતી માહીતી મુજબ કડીના સુજાતપુર રોડ નજીક આવેલી બાલાજી સોસાયટીમાં રહેતા 70 વર્ષીય પ્રજાપતી રામાભાઈ કરશનભાઈ બોરીસણા ગામે ઉઘરાણી માટે ગયેલા જ્યાંથી તેઓ પોતાનુ કામ પતાવી અન્ય એક વ્યક્તિ સાથે મોટરસાઈકલમાં બેસી ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમ્યાન રસ્તા વચ્ચે પ્રવીણભાઈ પટેલનુ ખેતર આવતા જ્યા તેમને ડાંગરના પુુળા રાખવાના હોઈ તેઓ ત્યા ઉભા રહ્યા હતા. જ્યાં તેઓ જેમની સાથે બાઈકમાં આવ્યા હતા એ દશરથજી ઠાકોર બન્ને જણા રોડની સાઈડમાં ઉભા હતા એ દરમ્યાન કોઈ અજાણ્યા પીક-અપ વાહન પુરઝડપે આવી વૃધ્ધને ટક્કર મારી ફરાર થઈ ગયેલ. ટક્કર એટલી જોરદાર હતી કે તેઓ હવામાં ફંગોળાઈ નીચે પડ્યા હતા. જ્યા તેમનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ.

આ પણ વાંચો – #અકસ્માત : સંબધીના ઘરે લગ્નમાં જતા પરિવારનો રસ્તામાં અકસ્માત થતા 1 નુ મોત

આ અકસ્માતમાં અજાણ્યા વાહન દ્વારા ટક્કર મારતા વૃધ્ધનુ અવસાન થયા બદલ કડી પોલીસ સ્ટેશને આઈપીસી ની કલમ 304એ,279 તથા મોટર અધિનીયમ 177,184,134 મુજબ ગુનો દાખલ કરી આરોપીને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.